STORYMIRROR

Pragna Vashi

Others

3  

Pragna Vashi

Others

જોઈએ

જોઈએ

1 min
26.7K


પીંજરે પોપટ પૂર્યો તેને ઉડાવી જોઈએ,
તે પછી જે કંઈ બચે, ભીતર સજાવી જોઈએ.

આ જગતમાં પ્રેમને વિશ્વાસ વાવી જોઈએ,
એ રીતે બસ, ઝેરનું મારણ કરાવી જોઈએ.

સૌ કહે છે આ જગતનો માનવી સસ્તો થયો,
એમની એ વાતને ખોટી ઠરાવી જોઈએ.

રૂપ માપી, આયનાએ, એટલું કીધું પછી,
સાજ–સજ્જાની કલાને ના ચલાવી જોઈએ.

‘હું’ પણું બસ ઓગળે એવાં મળે જ્યાં શ્વાસ તો,
ચાલ, એવા ગામમાં જીવન વસાવી જોઈએ.


Rate this content
Log in