જિંદગી પ્રેમ છે
જિંદગી પ્રેમ છે
1 min
380
જિંદગી પ્રેમ છે તેને પામી લઈએ
જિંદગી ફૂલ છે તેની સૌરભ લઈએ,
જિંદગી મુશ્કેલી છે તેનો સામનો કરીએ
જિંદગી સંગ્રામ છે તેને લડી લઈએ,
જિંદગી અંધારું છે તેને પ્રકાશિત કરીએ
જિંદગી યજ્ઞ છે તેને હોમી લઈએ,
જિંદગી જંગ છે તેમાં સફળ થઈએ
જિંદગી નસીબ છે તેને અજમાવી જોઈએ,
જિંદગી તોફાન છે તેને શાંત પાડીએ
જિંદગી આનંદ છે તેને માણી લઈએ.
