'ઝીલો અડિયો દડિયો'
'ઝીલો અડિયો દડિયો'
1 min
13K
પાદર ઊભો આંબો, આંબે સાંવરિયો ઘનઘોર
કે ઝીલો અડિયો દડિયો
આંબલિયે જઈ બેઠાં ચકલાં - ચકલી, પોપટ મોર
કે ઝીલો અડિયો દડિયો
આંબે દીઠા મંડપ - મોયા ટહુકે પાછા મોર
કે ઝીલો અડિયો દડિયો
નજર મળી ત્યાં નજર - નજરમાં દેખાયો ચિતચોર
કે ઝીલો અડિયો દડિયો
આછેરા એ પાલવમાંથી ઉછળે રે કલશોર
કે ઝીલો અડિયો દડિયો
ઝાલર ટાણે પથરાતી કૈં નજરું ચારેકોર
કે ઝીલો અડિયો દડિયો
ઊંચે આભે ગરજે વાદળ ઘેરાણાં ઘનઘોર
કે ઝીલો અડિયો દડિયો
મેઘલ રાતે ચમકારામાં દીશે ચંદ્ર - ચકોર
કે ઝીલો અડિયો દડિયો
'હું' પણ 'હું'માં હરિ તમારી સાથે ભાવવિભોર
કે ઝીલો અડિયો દડિયો
