STORYMIRROR

Chaitanya Joshi

Others

3  

Chaitanya Joshi

Others

ઝબક દીવડી.(દીકરી)

ઝબક દીવડી.(દીકરી)

1 min
13.9K


પા...પા...પગલાં ભરતી ઝબક દીવડી. 

પિતૃગૃહે વિચરતી ઝબક દીવડી. 

કાલીઘેલી વાતો એ કેવી કરતી..!

ધાર્યું ન થતાં રડતી ઝબક દીવડી. 

નાની નાની પગલી થકી શોભતી,

ભાગ લાવવા કહેતી ઝબક દીવડી. 

હસતી રમતી ફેરફુદરડી ફરતી,

એની વહાલપ ગમતી ઝબક દીવડી. 

આવી વેળા આજ વિદાયની, 

પિતાનું સર્વસ્વ હરતી ઝબક દીવડી. 


Rate this content
Log in