જગતમય બનાવી જઇશ...
જગતમય બનાવી જઇશ...
1 min
28.4K
પંખીની જેમ એક દિવસ ઉડી જઇશ..
સાથે વિતાવેલી પળો સમેટી લઇ જઇશ.
ભીંજવીને તારી આ સુંદર આંખોમાં..
અનન્ય એવી સોનેરી યાદોને છોડી જઇશ...
કરેલી કલ્પના અને સજાવેલા સમણામાં..
કો'દીના ભૂલ એવી વાતોની વાડી આપી જઇશ...
સમાવી ભલે રાખી મારી છબી આંખોમાં..
આંખોને છલકાવી એક દી વહી જઇશ...
તારા શ્વાસોમાં હું ધબકુ તો છુજ..
તારી રગે રગમાં રક્ત બની ભળી જઇશ...
દીધેલો કોલ તને યાદ કરાવીને જ રહીશ..
જો જે તને જગતમય જ બનાવી જઇશ.
