STORYMIRROR

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Others

0  

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Others

જેના હાથે શોભી રહી છે વાંસળી ર

જેના હાથે શોભી રહી છે વાંસળી ર

1 min
289


જેના હાથે શોભી રહી છે વાંસળી રે,

એવો વ્યાપી રહ્યો વિશ્વમાંહ્ય, કૃષ્ણ વિના કોઈ નથી.

જેણે પહેર્યું પીતાંબર પ્રેમનું રે,

પ્રેમ કરનારો વિશ્વને સદાય, કૃષ્ણ વિના કોઈ નથી.

જેના મુખની શોભા છે ઘણી ઘણી રે,

જાણે પ્રકટ્યો પૂનમનો ચાંદ, કૃષ્ણ વિના કોઈ નથી.

જેની કોમલ છે આંખ પદ્મના સમી રે,

જાણું ‘પાગલ’ એના વિના ન કાંય, કૃષ્ણ વિના કોઈ નથી.


સામગ્રીને રેટ આપો
લોગિન