હૃદય
હૃદય

1 min

45
ક્યાંક શબ્દોથી સમજાય છે હૃદય.
ક્યાંક શબ્દો થકી ઘવાય છે હૃદય.
મૂઠી સમા મંદિરમાં સાક્ષાત બિરાજે,
યાદ કરતાં હરિને પુલકાય છે હૃદય.
નથી માત્ર એ પંપ કે પરિભ્રમણ કરે,
લાગણીના નામે ઓળખાય છે હૃદય.
ભાવના, દયાને ઊર્મિનો ભંડાર છે એ,
સૌથી અગત્યનું અંગ ગણાય છે હૃદય.
જ્યાં હોય જોડાણ સ્નેહનું સર્વદાને,
એના નામે રખેને ધબકાય છે હૃદય.