હો ગણપતિ બાપા
હો ગણપતિ બાપા
1 min
304
વિસર્જનની વેળા આવી હો ગણપતિ બાપા,
વિદાયની વેળા આવી હો ગણપતિ બાપા,
આનંદ ને હવે ભૂલાવી એ હો ગણપતિ બાપા,
દિવસોને હવે સંભારીએ હો ગણપતિ બાપા,
આરતી તમારી ઉતારીને હો ગણપતિ બાપા,
પ્રસાદ તમને ધરાવીને હો ગણપતિ બાપા,
ગરબાઓ છેલ્લે ગવરાવીને હો ગણપતિ બાપા,
પધરાવશું તમને મનાવીને હો ગણપતિ બાપા,
આગલા વર્ષે જલદી પધારશો હો ગણપતિ બાપા,
મનની આશા પૂરી કરજો હો ગણપતિ બાપા,
તમને યાદ કરતા રહેશું હો ગણપતિ બાપા,
આગલા વર્ષે પાછા મળશું હો ગણપતિ બાપા.
