Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gunvant Upadhyay

Others

4  

Gunvant Upadhyay

Others

હાંસિયામાં

હાંસિયામાં

1 min
13.8K


પત્ર લખવા જ્યાં જઉં ત્યાં ઘાસ ઊગે હાંસિયામાં,

તૃણ મુલાયમ લાગણીથી હાથ ચૂમે હાંસિયામાં.


ઘાસ ઝાકળ નામ-સરનામે સતત એવું લખાવે

કે વરસવા આવી મબલખ મૂળ ટહુકે હાંસિયામાં.


વૃક્ષનાં નવસંસ્કરણનો જ્યાં જરી સંકલ્પ પ્રગટ્યો,

એકસાથે રુંવે-રુંવે પાંદ ફૂટે હાંસિયામાં.


અક્ષરો રંગીન સઘળા ત્યારથી જોવા મળ્યા છે,

જ્યારથી આવી વસી તું ફૂલ રૂપે હાંસિયામાં.


ઝીણું-ઝીણું કાંતવામાં મીણ માફક ઓગળ્યા તો

આંખ આપોઆપ સઘળો વ્યાપ જુએ હાંસિયામાં.


Rate this content
Log in