હાઈકુ
હાઈકુ
1 min
14.7K
(૧)
હું કોરોકટ
બધા પલળી ગયા
પ્રેમ વર્ષામાં!
(૨)
મોર ટહુકે
દિલના ટોડલે ને
વિરહ, હાય!
(૩)
પતંગિયું છે
સપ્તરંગે રંગીન
યાદોની છડી
(૪)
નજરો મળી
ખળખળ વહી
યાદોની નદી.
(૫)
ઘરની બારી
ઢૂંકે નારી કુંવારી
વસંત ખીલતી.
(૬)
હાથે મહેંદી
રંગ ઓછો ઉઘડ્યો
હૃદયે ફાળ.
(૭)
હાથે કલમ
વિચારમગ્ન સ્મિત
એ કવિયત્રી!
(૮)
શરમ આંખે
ઘૂંઘટમાં મલકે
આ પૂર્ણ ચાંદ!
(૯)
શબ્દ વર્ષામાં
વિચારમગ્ન કવિ
ભીની સુવાસ
(૧૦)
બાલુ થૈ સરે
અણમોલ અકળ
કાળનું ચક્ર
