ગુરૂ વંદના
ગુરૂ વંદના

1 min

361
કરે છે જીવન જે પ્રકાશમય અન્યનું છે એ ગુરૂ,
પોતાને રાખી લઘુ પણ કરે કોઇનું જીવન એ ગુરૂ,
ઉડાં અંધકારમાંથી પરમ પ્રકાશની ગતિ કરાવે ગુરૂ,
પોતાના શુદ્ધ આચરણથી કરાવે પ્રતીતિ છે એ ગુરૂ,
સતત જ્ઞાન વર્ધન , શિસ્તનું કરાવે પાલન છે એ ગુરૂ,
વાણી, વિચાર ને વતૅનમાં એકરસ હોય છે એ ગુરૂ,\
ઝેર જઞતના જીરવી કરાવે 'અમૃત'પાન છે એ ગુરૂ,
ઉતમ માનવનું ઉચ્ચ આદૅશ લક્ષ્ય જેનું છે એ ગુરૂ.