ગુલાબી ફાગણ'
ગુલાબી ફાગણ'
1 min
13.6K
ઉંબર પૂજવા હરખે દોડી
સાજ સજીને સરખી જોડી
એય...બ્હાવરી ...
બોલ... બ્હાવરી...
લાલ - લીલા - પીળા ફૂલનો ગજરો મેં મંગાવ્યો
ચપટી ચોખા - ચંદન ઘોળી અમરત થાળ સજાવ્યો
શુકન વધાવી ચંદન ચોળી ..
એય...બ્હાવરી ...
બોલ... બ્હાવરી...
ચોક વચાળે ચાર રંગની ચુનરી ઝાકમઝોળ
થોક થોક સૂરજના કિરણો ભીતર ઢોળમઢોળ
ચરણકમળમાં શ્રીફળ ફોડી ..
એય...બ્હાવરી ...
બોલ... બ્હાવરી...
ફૂલ ગુલાબી ફાગણ ખીલે મોભારે મોભારે
રણઝણ થાતી ઘૂઘરી ઘમકે ધીમી ધીમી ધારે
સાત રંગ આકાશે છોળી
એય.... બ્હાવરી ...
બોલ... બ્હાવરી....
