ગુજરાતની આ ગૌરવગાથા
ગુજરાતની આ ગૌરવગાથા
1 min
198
ગુજરાતની આ ગૌરવગાથા છે,
જેમાં ભાવનાની સુંદર યાત્રા છે,
ગુજરાત ગરવી ગુજરાત છે,
જ્યાં કવિઓની સુંદર રજૂઆત છે,
ગુજરાત યાત્રાનું ધામ છે,
જે ભક્તોને નામ છે,
ગુજરાતની ધરા ધન્ય છે,
જે ઋષિમુનિ જન્ય છે,
ગુજરાતની ગલી ગલીમાં શોર છે,
જ્યાં મહેનતુના હાથમાં મ્હોર છે,
ગુજરાતમાં ગરબાની રમઝટ છે,
જ્યાં કળા અને કૃતિની હલચલ છે,
ગુજરાત મારુ ગુંજન કરે છે,
જે ગુજરાતવાસીઓને અભિનંદન છે.
