ગણપતિ આવ્યા રે
ગણપતિ આવ્યા રે
1 min
154
ગણપતિ આવ્યા રે ગુંજન લાવ્યા રે
એકદંતાય આવ્યા રે એકતા લાવ્યા રે,
વિનાશક આવ્યા રે વિવિધતા લાવ્યા
વિઘ્નેવરાય આવ્યા રે વિઘ્નો ટાળ્યા રે,
લંબોદરાય આવ્યા રે લાગણીઓને લાવ્યા રે
મહાકાય આવ્યા રે મહાનતા લાવ્યા રે,
મોટી ફાદાલા આવ્યા રે ફોરમ ને લાવ્યા રે
શિવ પુત્ર આવ્યા રે શુભારંભ ને લાવ્યા રે,
ગૌરીપુત્ર આવ્યા રે ગીતો ને ગુંજવ્યા રે
ચતુર્ભુજ આવ્યા રે ચમત્કાર લાવ્યા રે,
મંગલમૂર્તિ આવ્યા રે મંગલદિન લાવ્યા રે
ગજાનંદ આવ્યા રે ગૌરવ પામ્યા રે.
