ગીત ---
ગીત ---
નાનકડી વાડીમાં ખીલ્યું છે ફૂલ,
હરિ, ખીલ્યું છે ફૂલ એનાં થાયે ન મૂલ...
એના દરવાજે ઢોલ કાંઈ વાગે ઢમઢમ,
એની ઝાંઝરીનું મીઠેરું છમછમ છમછમ,
તુજને દેખીને એવું રહેતું મશગુલ,
હરિ, રહેતું મશગુલ અને થાય ઝુલાઝૂલ...
નાનકડી વાડીમાં.....
ઘેન આંખડીમાં ભર્યું તે એવું ભર્યું,
વળી આંગણાને અમૃતનું અમૃત કર્યું,
રાત વહી જાય પછી બોલે બુલબુલ,
હરિ, બુલબુલના સૂર બધાં કહેતાં રે ખુલ....
નાનકડી વાડીમાં......
હોય રઢિયાળી રાત એને ઝીલતી રહી
ધરા ભીંજાતી નદીયો ને નદીઓ, લઈ
નાદ એનો સુણીને થાય હૈયું પ્રફુલ્લ
હરિ, પંડે વીંટાળું છું તારું પટકુલ.....
નાનકડી વાડીમાં......
