ઘર મારું મનનું મંદિર
ઘર મારું મનનું મંદિર
1 min
356
ઘર મારું મનનું મંદિર
બેઠા છે માતા પિતા અંદર,
ઘર મારું સ્વર્ગનું ધામ
આશીર્વાદ છે માતા પિતાના,
ઘરમાં છે વિશ્વાસનો શ્વાસ
બેઠા છે માતા પિતા દ્વાર,
ઘર મારું સ્મિતનો સહકાર
મળે છે આદર્શનો આશરો,
ઘર મારું દીપકની જ્યોત
સળગે છે અંધકારમાં પ્રકાશ,
ઘરમાં મારે સંબંધોનો સથવાર
ચારે કોર છે જીવનની ગાંઠ,
ઘર મારું વિશ્વ તણું મધમીઠું
મળે છે મહી માતા પિતાનો સાથ.
