એટલે
એટલે
એટલા માં હું રહ્યો છું એટલે
કે દૂર જાઉં ખુદ થકી તો કેટલે ?
છે વિચારો વાયરા સમ આસ-પાસ
સાથ આવે છે જઉ જ્યાં – જેટલે
ના સમય સંજોગની કોઈ તાણ ના
પણ,પલકાર પલટાવી કહે છે ‘દેખ લે’
આપણાં છે આપણાં સૌ બાપડાં
પણ,આપણાં માં આ પણું છે ઠેઠ લે!
ના,કશું ભી કોઈને કે’વાય નહીં
તમો કો’ કશું સમજે કશું ને એટલે
ના લો’ પતંગ ભૈ ગેસ ગુબ્બારા ધરો
લો,છેક આભે ઉડવું છે એટલે
જો દોર હો’ તો જ કોઈ કાપી શકે
ઉડો તો જોવે ક્યાં સુધી ને કેટલે ?
અટપટી આશા તણું છે આભ આ!
જશો જેટલાં ઉપર કે’શે ખેંચ લે ?
ના,સંબંધ માપવાની એ હામ ના
થોડો દિ’સે તો લગાવ પેચ એટલે
પંખી બનેલ એ પાંખ કપાઈ તો
નીચે પડે પાંજર પુરાઇ ને વેંચ લે!
પછી,પાંજર જ વન એ ગગન
ને ઝરણ પણ ?
ને માનવ કહ્યું તું બોલ
તો ‘દાણા’ ની ભેંટ લે!
એટલા માં ‘હું’ રહું છું એટલે
કે દૂર જાવું ખુદ થકી તો કેટલે ?
એટલા માં હું રહ્યો છું એટલે
કે દૂર જાઉં ખુદ થકી તો કેટલે ?
