એકલતા
એકલતા
1 min
134
જીંદગીમાં હવે રહ્યું કશુંજ બાકી નથી,
સંવેદનાઓ હવે મે, થોડીય રાખી નથી,
ડૂબતા સૂરજને પ્રેમ કરૂ છું,
છે જામ ભરેલો, પણ કોઈ સાકી નથી,
મળવાનું તમે હવે રહેવા દો, તો સારૂ,
જીંદગી અડધી છે, ને રાત પણ હવે આખી નથી,
આમ, તો ઘણો સ્વાદ હતો જીંદગીમાં મારી,
એ વાત અલગ છે, મેં જ એને ચાખી નથી,
દોષ બન્ને નો હતો "ઘાયલ" પ્રેમમાં
પણ ખામીઓ મે મારી કદીય ઢાંકી નથી.
