એકલો
એકલો
1 min
44
થયો છું ઘરમાં હું એકલો !
રહ્યો છું દરમાં હું એકલો !
એકતાનાં વહેેેણની વચ્ચે
વહ્યો છું તરમાં હું એકલો !
સંંબંંધોનાં બધાં નિયમોમાં
ભર્યો છું કરમાં હું એકલો !
મોતનાં જલસા ને માણવા
ગયો છું નરમાં હું એકલો !
તારાથી દૂર થવાના ભયમાં
ડર્યો છું ડરમાં હું એકલો !