એક ખેડૂતને પાંચ પુત્રો
એક ખેડૂતને પાંચ પુત્રો
એક ખેડૂત ને પાંચ પુત્રો મોંઘવારી રે મોંઘવારી
એક પુત્ર આંધળો ભૈયો મોંઘવારી રે મોંઘવારી,
આંધળો કે મારે ચશ્મા જોઈએ મોંઘવારી રે મોંઘવારી,
એક પુત્ર બે'રો ભૈયો મોંઘવારી રે મોંઘવારી,
બે'રો કે મારે ઈયરફોન જોઈએ મોંઘવારી રે મોંઘવારી,
એક પુત્ર લુલો ભૈયો મોંઘવારી રે મોંઘવારી,
લુલો કે મારે સાઇકલ જોઈએ મોંઘવારી રે મોંઘવારી,
એક પુત્ર માંદો ભૈયો મોંઘવારી રે મોંઘવારી,
માંદો કે મારે આઈસ્ક્રીમ જોઈએ મોઘવારી રે મોંઘવારી,
એક પુત્ર ઠીગણો ભૈયો મોંઘવારી રે મોંઘવારી
ઠીગણો કે મારે લાડી જોઈએ મોંઘવારી રે મોંઘવારી,
એક ખેડૂત ને પાંચ પુત્રો મોંઘવારી રે મોંઘવારી.
