દરવાજા
દરવાજા
1 min
191
મકાન અને ડેલી તણાં,
શોભાયમાન એ બારણાં,
પ્રેમ ભાવે આવકારતા,
અંદરની બાજુ ખુલતા,
વરસો પૂરાણી વારતા,
ને સંગ્રહ કરી રાખતા,
ઘરની વાતો જે જાણતા,
ભેદ અકબંધ રાખતા,
સંત્રી બની સેવા કરતાં,
રાત દિન પહેરો ભરતા,
લીલીને સૂકી જોઈ લીધી,
વાતો બા'રે ન જવા દીધી,
બારણાંની જોડી જ હોય,
બંને ભેગા થઈ બંધ થાય,
એક બાજુ શુભ લખાય,
બીજી બાજુ લાભ જ હોય.
