દિકરો દીકરી એક સમાન
દિકરો દીકરી એક સમાન
સમાનતા ને સ્વતંત્રતાનું પ્રતિક સમાન સંતાન છે અમારું.
દિકરો અમૃત રસ ને દીકરી સ્નેહ ઝરણું છે અમારી.
દિકરો મધુર સુવાસ ને દીકરી કુસુમ ઉપવન છે અમારી.
દિકરો અર્થ સભરતા ને દીકરી શબ્દ સાર્થકતા છે અમારી.
દિકરો માન સન્માન ને દીકરી સ્વાભિમાન છે અમારી.
દિકરો કુટુંબ સંસ્કાર ને દીકરી કુટુંબ સંસ્કૃતિ છે અમારી.
દિકરો જીવન પ્રારબ્ધ ને દીકરી જીવન સૌભાગ્ય છે અમારી.
દિકરો કુટુંબ વારસ ને દીકરી કુટુંબ પારસ છે અમાર
ી.
દિકરો ચંદન સ્વરૂપ ને દીકરી વંદન સ્વરૂપ છે અમારી.
દિકરો કાવ્ય ગાન ને દીકરી કાવ્ય સંગીત છે અમારી.
દિકરો આન પરિવારની ને દીકરી શાન પરિવારની છે અમારી.
દિકરો કુટુંબ વંશ ને દીકરી કુટુંબ અંશ છે અમારી.
દિકરો કુટુંબ મન ને દીકરી કુટુંબ આત્મા છે અમારી.
દિકરો કુટુંબ લાડકવાયો ને દીકરી કુટુંબ લાડકવાયી છે અમારી.
દિકરો ને દીકરી એક સમાન કુટુંબ પરંપરા છે અમારી.
સમાનતા ને સ્વતંત્રતાનું પ્રતિક સમાન સંતાન છે અમારું.