STORYMIRROR

Harshida Dipak

Others

2  

Harshida Dipak

Others

દીકરી...

દીકરી...

1 min
14.7K


પચરંગી ઓઢલી ઓઢણીમાં લાડકડી
હૈયામાં હરખાતી જાય
ઘમ્મરિયો ઘાઘરોને બોલતારા મીંઠડા
મુખડેથી મલકાતી જાય
કે દીકરી મારી .. કે દીકરી મારી

આછેરી મલકાતી જાય.
કોયલનો કંઠ જીણો,
મોરલાનો ટહુકો ભીનો,
આસોની અજવાળી
રાત્રિનું   તેજ   ગણો
વહેલી  પરોઢમાં  ઉગમણે  દ્વાર  મારે
અજવાળા અજવાળા
કે દીકરી મારી.. કે દીકરી મારી

આછેરી મલકાતી જાય ....
મીઠડાં એ  બોલ તારા
લાગે  છે  સૌને પ્યારા,
ઝરણાની   જેમ   વહે
તારામાં   પ્રેમધારા,
જીવતરના ઓરડામાં પગલાંની છાપ તારી
શુકનમાં પથરાતી જાય 
કે દીકરી મારી.. કે દીકરી મારી
આછેરી મલકાતી જાય ....

 


Rate this content
Log in