STORYMIRROR

KANAKSINH THAKOR

Children Stories

3  

KANAKSINH THAKOR

Children Stories

ઢીંગલી મારી રીસાણી

ઢીંગલી મારી રીસાણી

1 min
184

ઢીંગલી મારી રીસાણી

ઢીંગલી મારી રીસાણી 

બોલતી નથી, ચાલતી નથી

ઢીંગલી મારી રીસાણી,


ખાવાને આપું બંટીને બાજરો

પહેરવા આપું સાડીને ઘાઘરો

હાથે રે તને ઘડિયાળ બાંધુ 

ખાવા માટે લાપસી રાંધુ

હસતી નથી,ખાતી નથી..

ઢીંગલી મારી રીસાણી,


બેસવાને તને ચેર રે આપુ

બેબીકટ તારા વાળ કાપુ

પગમાં તને રે પાયલ પહેરાવુ 

ઠંડો તને આઈસ ખવરાવુ 

રમતી નથી,નાચતી નથી..

ઢીંગલી મારી રીસાણી,

 

આંગળી ઝાલીને તને

નિશાળે મૂકવા આવું 

ગીતો મજાના તને હું 

નિશાળમાં સંભાળાવું

ગાતી નથી, દોડતી નથી..

ઢીંગલી મારી રીસાણી.


સામગ્રીને રેટ આપો
લોગિન