STORYMIRROR

KANAKSINH THAKOR

Others Children

4  

KANAKSINH THAKOR

Others Children

ચકીબેન

ચકીબેન

1 min
214

ચકીબેન ચકીબેન મારા ઘેર આવશો કે નહીં..

ચકીબેન.... મારી સાથે વાતો કરશો કે નહીં..


ખાવાને ખાટા બેર રે આપું,

બેસવાને ચેર રે આપું,

પીવાને તને કોલા આપું,

સૂવાને ગાદલું રે આપું,


તૈયાર માટી પૂંઠાનાં માળામાં રહેશો કે નહીં......

ચકીબેન.. મારા ઘેર ચીં ચીં ચીં કરશો કે નહીં....


પહેરવાને સ્કર્ટ મિડી રે આપું,

ખાવાને કેન્ડી રે આપું,

નાહવાને સાબુ લક્ષ રે આપું, 

રહેવાને કક્ષ રે આપું, 


ચકીબેન મારા આંગણે ઠુમક ઠુમક ચાલશો કે નહીં

ચકીબેન...મારી સાથે સંતાકૂકડી રમશો કે નહીં,


રમવાને મોબાઈલ રે આપું, 

આમળાનું ઓઈલ રે આપું,

સુગંધીદાર સેન્ટ રે આપું, 

જીન્સનું પેન્ટ રે આપું,


ચકીબેન.... મારી સાથે મસ્તી કરશો કે નહીં..

ચકીબેન..... મારા ઘેર આવશો કે નહીં.


Rate this content
Log in