છવાઈ ગયો
છવાઈ ગયો
1 min
24
ચહેરા પર ચહેરો મૂકાઈ ગયો,
માણસ ચોમેરથી ઢંકાઈ ગયો.
જગત ઝૂકતું દેેખાયુું એની પાસે,
માનવ જાણે પિંંજરેે પૂરાઈ ગયો.
આપસી નિકટતા બની છે દુશ્મન,
દૂરથી હાય, હલ્લો, કહેવાઈ ગયો.
લોકો ડાઉન થયાં લોકડાઉન થકી,
નિરાશાનો આવરણ છવાઈ ગયો.
દર્દના શબ્દો પાથરીને લાગે છે કેે,
મોત આવી ને નજીક રોકાઈ ગયો.