છેતરપિંડી
છેતરપિંડી
1 min
153
પોતાની જાતથી જેને વધુ ગણી,
એની વાતને કદી પણ ના ભણી,
નિ:સ્વાર્થભાવથી દોસ્તી નિભાવી,
ખોટ કદી મારાં મનમાં ન આવી,
શું એવી તો કોઈક ઘટના ઘટી,
ગેરસમજ થઈ ને દોસ્તી મટી,
એને એવું લાગ્યું મેં તેને છેતર્યો,
હકીકતમાં હું પોતે વેતરાયો,
મનનો વસવસો મનમાં રહ્યો,
વાત બંધ થતાં ખુલાસો ન થયો,
છેતરપિંડી તો કરી જ ન હતી,
તોય દગાબાજમાં ગણત્રી થતી,
આવુંતો જીવનમાં ચાલ્યાજ કરે,
કરે છે કોણ અને કોણ તો ભરે,
માટે સાવધ જેટલાં પણ રહો,
કદી દગોતો થશે જ! સાચું કહો,
