ચહેરા માં
ચહેરા માં

1 min

11.7K
ચહેરો બદલાઈ ગયો છે ચહેરામાં
માણસ ભૂલાઈ ગયો છે ચહેરામાં,
ગામડું ભેગુંં થયું છે ફરીથી ગામમાં
શહેર વિખરાઈ ગયો છે ચહેરામાં,
છે ગાયબ આનંદ, પ્રસંગ ને ઉત્સવો
જીવાણું ગવાઈ ગયો છે ચહેરામાં,
ભૂખ તરસ ને પગપાળા પ્રવાસમાં
પરિવાર કરમાઈ ગયો છે ચહેરામાં,
ભયભીત દુનિયા ફરે છે મુખ ઢાંકીને
સગપણ છૂપાઈ ગયો છે ચહેરામાં.