બોલવું
બોલવું
1 min
6.7K
એક; બે ને ત્રણ કહો કે દોડવું;
આવડે ના કંઈ જ પણ લો; બોલવું !
વિઘ્નદોડો કંઈ લગાવી કેમ કે
આગવું પ્રત્યેક પગલે ખોળવું !
ભાવ સાથે શબ્દને સંબંધ છે;
સાંભળી એવું કશું ના જોખવું !
ક્યાં સરળ સંદર્ભ પણ પકડાય કે
મોતી જાણી કેમ એને પરોવવું ?
હાર ફૂલોનો તરત કરમાય ત્યાં
હાર- પુરસ્કાર અર્થે ક્યાં જવું !
કોઈ આપણને કહે બિકાઉં છે
એટલાં સસ્તા ય મિત્રો ના થવું !
નીર ઊંડે ઊતર્યાં એ પણ ખરું
-તો જરી ઊંડે જઈને શોધવું !