Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gunvant Upadhyay

Others

3  

Gunvant Upadhyay

Others

બનું

બનું

1 min
6.4K


પથ્થરપણાંને તોડતું કો' ટાંકણું બનું;

ચોખા પકાવી જાણતું મગબાફણું બનું !

બોજો ઊંચકતી કોઈ પણ પળને હરાવી દે

મજદૂર-છાપરું કે એનું આંગણું બનું !

ક્યારેક થાય એમ કે એકલ પડી ગયો;

ક્યારેક થાય એમ પણ કે રાવણું બનું !

હંમેશ માપ બ્હારનો બોજો સહ્યાં કર્યો;

લો; આજ શ્રમના સાધકોનું માપણું બનું !

બુધ્ધિ વિશાળ થઈ જતાં ઠંડી વધી ગઈ;

સામાન્ય જનને કારણે લો; તાપણું બનું !


Rate this content
Log in