બનાસ ઝાંખી
બનાસ ઝાંખી
બનાસનું એ વડું મથક,
નામ એનું પાલનપુર;
દૂધ ડેરી, પાતાળેશ્વર,
આ છે સાહિત્ય નગરી.
બનાસનું એ વેપારી મથક ,
નામ એનું ડીસા;
હવાઈ મથક, હવાઈ પિલ્લર ,
આ છે બટાકા ની નગરી.
બનાસનું એ શક્તિ મથક ,
નામ એનું અંબાજી;
સેંબલ પાણી, ગબ્બર,
આ છે ધર્મની નગરી.
<
p>
બનાસનું એ બાગાયતી મથક,
નામ એનું લાખણી;
અશ્વ મેળો, ગેળા હનુમાન,
આ છે દાડમ નગરી.
બનાસનું એ જળાશય મથક,
નામ એનું દાંતીવાડા;
લશ્કર છાવણી, નવોદય વિદ્યાલય,
આ છે લશ્કરની નગરી.
બનાસનું એ અભ્યારણ મથક,
નામ એનું જેસોર,
શિવ મંદિર, અરણ્ય,
આ છે પ્રકૃતિ ની નગરી.