અષાઢી બીજ
અષાઢી બીજ
અષાઢી મેઘના વાદળ ગરજે, વીજળી ચમકે આકાશે,
સૌ ભકતોના હૈયા હરખાય, થાશે દર્શન પ્રભુના આજે રે જી રે...
મુખ પર તેજ દિવ્ય શિરોમણીનું રાજા જેવું લાગે છે
પીળુ પીતાંબર માથે મુગટ મોરપીંછની સાથે છે રે જી રે ........
વિશાળ નેત્રો વિસ્મિત કરે ત્યારે ભક્તોનું મન દાઝે છે
નિકળી સવારી નગર ભ્રમણમાં દેવ દર્શન આજે છે રે જી રે .......
સુભદ્ર ને ભાઈ દાઉ આગળ પાછળ ચાલે છે
ઢોલ, નગારા, શણાયોના સાદ ચારે કોર ગાજે છે રે જી રે .........
અષાઢી મેધ પણ સ્વાગત કરતો પ્રાગટય પ્રભુનું આજે છે
અષાઢી મેધો ગર્જના કરીને પ્રભુના ચરણ પખાળે છે રે જી રે........
દર્શન થાય તારા જેને સૌભાગ્ય એનું આજે છે
એ સૌભાગ્ય થાય મારુ કૃપાએ થાય એની આજે રે જી રે.
