અરમાન
અરમાન
1 min
127
કામધંધા ખુબ વિકસાવ્યા,
રૂપિયા પૈસા ખુબ કમાવ્યા,
મોંઘી ગાડીઓમાં ખુબ ફર્યા,
છતાં મનડાં હજી ન ભર્યા.
ગતિની પુરી મઝા માણવા,
સમય સાથે રેસ રમવા,
વિજેતા બની નામ કમાવવા,
રેસિંગ કાર લાગ્યા દોડાવવા.
જરૂરી નથી જીત્યા કે હાર્યા,
મન તો તણાં અરમાન પૂર્યા.
