STORYMIRROR

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Others

0  

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Others

અમે પ્રેમ મહીં ચકચૂર,

અમે પ્રેમ મહીં ચકચૂર,

1 min
305


અમે પ્રેમ મહીં ચકચૂર, અમે હરિ મહીં મશગુલ !

અમે તોડ્યા સઘળાં બંધન, માન્યું બીજું સઘળું ધૂળ;

અંતરમાં એકલ હરિ અમારે, વસ્યું હરિનું રૂપ. ... અમે.

છે હરિ મુખમાં, મનમાં હરિનું ધ્યાન હંમેશ અમૂલ;

આંખે અંજાયો પ્રેમ હરિનો, બીજી ના કૈં સૂધ ! ... અમે.

અમે વારેવારે જન્મ લઇએ વહાવવા રસપૂર,

જે પ્યાસી તેને અમૃત ધરવા, પ્રેમીને વૈકુંઠ. ... અમે.

જે ભૂલ્યાં તેની ઉકેલનારા અમે હમેશાં ગૂંચ;

જે અંધારે અટવાતાં પામે પ્રકાશના તે પુંજ. ... અમે.

અંધારા પ્રેમ થકી જીવનમાં લાગે છે કૈં નૂર,

બે હાથ જોડતાં એ જ કામના, પ્રેમ જ દો હરિ, ખૂબ! ... અમે.


Rate this content
Log in