અધૂરી વાત છે
અધૂરી વાત છે
1 min
13.8K
તું દિવસને કાં કહે કે રાત છે ?
તું મીટાવે શીદને શુકરાત છે !
એ ભલે પૂરી થયેલી લાગતી
એ અધૂરી ને અધૂરી વાત છે
આ જ કેડી એ જ રસ્તો સંભવે
આખરે તો એ ય માનવજાત છે
ભીતરે ભળભળ ઉનાળો ઊઠતો
બહાર તો જાણે હિમાલય પાત છે
સ્વર્ગ જાવું સાવ સહેલું અેમ કાં ?
નરકનું પણ દ્વાર અઘરૂં તાત છે
