STORYMIRROR

Mulraj Kapoor

Others

2  

Mulraj Kapoor

Others

અધૂરી કવિતા

અધૂરી કવિતા

1 min
57

મારી એ કવિતા, 

જેની માંડ અડધી લીટી લખાયા 

પછી રહી જાય છે અધૂરી......


 અચાનક જ જેમ 

નાનું બાળક રડતાં રડતાં, 

ચૂપ થઈ જાય તેમ,

અટકી જાય છે. 


તેના ગાલ પર રહી ગયેલા 

અશ્રુબિંદુની જેમ, 

મનમાં રહી જાય છે, 

કાંઈક અજબ ' ખટક '.


Rate this content
Log in