આવ્યા ગણપતિ
આવ્યા ગણપતિ
1 min
153
ગુંજન કરવા આવ્યા ગણપતિ
ગીતો ગવરાવવા આવ્યા ગણપતિ,
કૃપા વરસાવવા આવ્યા ગણપતિ
ભક્તો ને મળવા આવ્યા ગણપતિ,
પ્રાર્થના સાંભળવા આવ્યા ગણપતિ
લાડુને જમવા આવ્યા ગણપતિ,
વિઘ્નોને હરવા આવ્યા ગણપતિ
પ્રેમને પામવા આવ્યા ગણપતિ,
રંગોને રેલવવા આવ્યા ગણપતિ
મંદિરોને મહેકાવવા આવ્યા ગણપતિ,
માણસોને માણવા આવ્યા ગણપતિ
નર-નારી ને નચાવવા આવ્યા ગણપતિ,
સૌને સંગે રાખવા આવ્યા ગણપતિ.
