આજે ઉમંગ મારે
આજે ઉમંગ મારે
1 min
205
ઉત્તર દક્ષિણથી આવી વાદળી રે લોલ,
ધીમી ધીમી થાય છે વીજ જો
આજે ઉમંગ મારે સાસરે રે લોલ,
સસરાના માથે લીલા મોળીયા રે લોલ,
સાસુ તો લીલા લહેર જો
આજે ઉમંગ મારે સાસરે રે લોલ,
જેઠના વાવણીયે હીરલા જડયા રે લોલ,
જેઠાણી ને મોતીની મીઠાશ જો
આજે ઉમંગ મારે સાસરે રે લોલ,
નણંદનાં માથે ફોરમનું ફૂમકુ રે લોલ,
નણંદોઈ ફરવાને આવે જો
આજે અમે ઉમંગ મારે સાસરે રે લોલ,
પરણ્યા ને માથે પ્રીતડી રે લોલ,
મને હરખે હરખ ના માય જો
આજે ઉમંગ મારા સાસરે રે લોલ.
