Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

BINAL PATEL

Others

3  

BINAL PATEL

Others

આજ ઈર્ષ્યા આવી ઈશ્વરની

આજ ઈર્ષ્યા આવી ઈશ્વરની

1 min
487


આ આંખને કોને સપના જોતા શીખવ્યું હશે ?

સપનામાં સોનપરીની કહાની જ આવે એવું કેવું ?


કોને ખબર આ સોનપરી શું છે ?

કેવું કાલ્પનિક પરંતુ સંતોષકારક ચલચિત્ર !

જેની કલ્પના માત્ર સ્મિતની રેલમછેલ કરે,


આ ચંદ્રની ચાંદનીને પ્રણયની પરાકાષ્ટા,

કોની પ્રેમ-કહાનીમાં પૂનમના ચંદનો ઉલ્લેખ નહિ હોય ?


બસ દોસ્ત,

આજે તારી ઈર્ષ્યા આવી ગઈ,

પ્રેમ કરનાર દરેકના પ્રેમ-કહાનીનો તું સાક્ષાત સાક્ષી બની,


અંધાકરમાં અજવાસ કરી,

શીતળતા અને સુંદરતાની લ્હાણી કરે!

તારી ત્રીસે કળાને નિહાળી,


રાત્રીના અંધકારમાં છત પર સૂતા-સૂતા તારી ચાંદનીની મઝા !

જન્નત ક્યાંય નથી,

બસ એક 'ચાંદ'ની ચાંદનીના,

અંતરમનથી અનુભવમાં જ.'


Rate this content
Log in