આ દેશ છે કવિઓનો
આ દેશ છે કવિઓનો
આ દેશ છે કવિઓનો તેની કૃતિ છે સુંદર
આ દેશ છે સાહિત્યકારોનો તેની શ્રુતિ છે અદભૂત,
મુદ્રારાક્ષસ કૃતિ છે સુંદર જેને રચી છે વિશાખાદતે
હિતોપ્રદેશ કૃતિ છે અદભુત જેને રચી છે નારાયણ પંડિતે,
કથાસરિત સાગરની કથાનું કુંજન કર્યું છે સોમદેવ
પૂર્થ્વિરાજ રાસોમાં કૃતિને શબ્દોથી સજાવી છે ચદબરદાઈએ,
કુમારપાળ ચરિત્રમાં ચરિત્ર વાન જીવન રચ્યું છે હેમચંદ્રચાર્યએ
શિશુપાલવધમાં વધની વેળા રચી છે કવિ માઘ,
ઉત્તર રામ ચરિત્ર કૃતિ છે જગ પ્રસિદ્ધ જેને રચી છે ભવભૂતિએ
સિદ્ધહેમ શબ્દનું શાસન કૃતિ છે સમજની જેને રચી છે હેમચંદ્રાચાર્યએ
આ દેશ છે કૃતીઓનો ચાલો કવિઓને મળી લઈએ.
