જીવે છે મારા શ્વાસમાં
જીવે છે મારા શ્વાસમાં
સંબંધો નું જ્યાં પરિવર્તન થયું છે સ્વાર્થમાં,
ત્યાં એકાદ માણસ મળવો અઘરો છે વિશ્વાસમાં,
સંબંધોનું મૂલ્ય જો માનવી સમજતો હોત,
તો કોઈ મા ન જાત વૃધ્ધાવાસમાં,
માત્ર એક પળનો જ સંબંધ હોઈ છે હ્રદયનો શ્વાસ સાથે,
પછી તો એ પણ તૂટી જાય છે ઉચ્છવાસમાં,
બહું અટપટી છે આ માયાજાળ,
તોય હજુ માણસાઈ જીવે છે સંસારમાં,
કેમ કે જ્યાં રક્તસંબંધો ને ઉણા ઉતરતા જોયા છે,
ત્યાં હજુ સ્નેહસંબંધો જીવે છે મારા શ્વાસમાં.