Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
એક સાંજ નો ઓછાયો (૯)
એક સાંજ નો ઓછાયો (૯)
★★★★★

© Falguni Parikh

Others

6 Minutes   7.3K    5


Content Ranking

ક્રાઇમબ્રાંચના વડા સુબ્રતો રાવનો ફોન આવતા ઇ. સુજોય ઘોષ તેમને મળવા તેમની ઓફિસ જવા રવાના થયા. ખાસ સૂચના હતી -  કોઈને જણાવવું નહીં. ઈ. ઘોષને નવાઇ લાગી  હતી. ઈ. કદમને હાજર રહેવાનો ઓર્ડર કેમ નહતો?

સુજોય - મી. રાવની ઓફિસે પહોંચ્યા, તેમનું સ્વાગત કરતા મી.રાવ બોલ્યા - યંગમેન- વેલકમ! થેઁકસ - સર- કહી તેમના બેસવા માટેના આદેશની રાહ જોતા સુજોય ઊભા રહયા. પ્લીઝ - ટેક સીટ- યંગમેન.  થેકન્યુ સર-સસ્મિત જવાબ આપી તેમની સામે બેઠા. એટલામાં એક યંગ બ્યૂટીફૂલ લેડી રૂમમાં દાખલ થઈ. એના પરફ્યુમથી આખો રૂમ મહેંકી ઊઠયો. તેની ઓળખાણ કરાવતા રાવ બોલ્યા - મી. ઘોષ - સી ઇઝશૈલી & શૈલી હી ઇઝ મી. ઘોષ. શૈલીએ હસીને કહ્યું - આઇ નો સર, થોડા સમય પહેલાજ કલકત્તાથી બદલી થઇને આવ્યા છે, અને ઇ. કદમના હાથ નીચે કામ કરે છે, સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન , સુલેમાનનો કેસ!!!

યસ મિસ. શૈલી, યુ આર રાઇટ - રાવે હસતા હસતા કહ્યુ, મી. ઘોષને નવાઇ લાગી હતી શૈલીના આ જવાબથી!  વારાફરતી બંને તરફ જોઇ રહયા. મી. રાવ બોલ્યા- ઘોષબાબુ મિસ. શૈલી અમારા ડિપાર્ટમેન્ટની એક હોનહાર, ચતુર, ચાલક, યંગલેડી છે. બહુ ઓછા લોકો જાણે છે કે તે આપણા ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે. સુજોય તેની કાબેલિયતના વખાણ સાંભળી મનમાં વિચારતા રહયા.

યંગમેન આજે તમને બંનેને એક ખાસ કામ માટે બોલાવ્યા છે. કરણ અને રણવીર ખાસ કામથી બહાર છે. ચાલો અંદર એમ કહી મી. રાવે તેમના ટેબલ નીચેથી એક બટન દબાવતાં, સામે દિવાલ હતી એ ખસી ગઈ. અંદર આધુનિક સુવિધાથી સજ્જ એક કોન્ફરન્સ રૂમ હતો. બધા અંદર દાખલ થતાં મી. રાવે ફરીથી રૂમ લોક કર્યો. ટેક યોર સીટ યંગમેન - આદેશ આપી, સામેની દિવાલ પર લાગેલા ટી. વી. ને ઓન કર્યું. કેટલીક તસવીરો ત્યાં રજૂ કરી. બંને ધ્યાનથી એ તસવીરોને જોતા હતા. મી. રાવે કહ્યું - હમણાં થોડા દિવસ પહેલાં દુબઈમાં ઇન્ટરનેશનલ લેવલના માફિયાઓની મીટિંગ યોજાઈ હતી. આ બધી તસવીરો ત્યાંની છે. ત્યાં આપણા માટે કામ કરનાર મોઇન નકવીએ બહુ જોખમ ખેડીને આ તસવીરો મોકલી છે. ધ્યાનથી જુઓ, તેમાં સુલેમાન, અબ્દુલ શેખ, માર્શલ, જેવા ભારત વિરોધીઓ છે જે એક સાથે ભેગા થયા છે. તેનો અર્થ એ થયો કે એ લોકો કોઈ મોટું ષડયંત્ર ઘડી રહયા છે. પ્રોજેકટર પર એક પછી એક તસવીરો દેખાતી જતી હતી. અચાનક એક તસવીર જોતા સુજોય ચોકયા- તરત બોલ્યા - સર વન મિનિટ, લાસ્ટ તસવીર રિપીટ કરો પ્લીઝ! ફરીથી એ તસવીર જોઇ ઇ. સુજોય આશ્ચર્યમાં પડયા. એ તસવીરમાં - રાઘવ કોઇની સાથે વાતો કરતો હતો. મી. સુજોય બોલ્યા - રાઘવ દુબઈમાં???

યંગમેન કોણ રાઘવ? તમે જાણો છો એને? યસ સર, ગુનાની દુનિયામાં એક ઊભરતું નામ છે. એ કોની સાથે ત્યાં??  યંગમેન - તસવીરમાં જે વ્યક્તિ સાથે એ વાત કરી રહ્યો છે એ નાસીર છે, સુલેમાન રીઝવીની ખાસ માણસ! ઓહ, સર - ગયા મહિને ચાંદની ડાન્સબારમાં આ પંખી ઝડપાતા ઝડપાતા ઉડી ગયું. સર, મને ખૂબ નવાઇ લાગે છે - રાઘવ આટલી ઝડપથી આ મુકામે પહોંચી ગયો? મારી નજર પહેલાથી એના પર છે-સર!. હમમ, ઓ. કે. યંગમેન તમે તમારું કામ ચાલુ રાખજો. મિસ. શૈલી આજે તમને કામ સોંપવા જઈ રહ્યો છું એ થોડું ખતરનાક છે. સો બી કેરફૂલ! નો પ્રોબ્લેમ સર!ખતરનાક કામથી હું ડરતી નથી. બ્રેવો - યંગ લેડી!

મી. રાવે, શૈલીને કોન્ફિડેન્શલ કામ સોંપ્યું. પ્રથમ દુબઈ અને ત્યારબાદ અમેરિકા જવાનો પ્લાન સમજાવ્યો. દુબઈમાં તેને મોઇનનો સાથ મળી રહશે. થોડા સૂચનો સુજોયને આપ્યા, રાઘવ પર નિરિક્ષણનો જાપ્તો વધુ અસરકારક બનાવવો,એમ કહી કોન્ફિડેન્શલ મીટિંગ સમાપ્ત કરી.

મીટિંગ પતાવી મી. ઘોષ ઓફિસે પરત આવ્યા. મનમાં સતત વિચારોની શૃંખલા ચાલતી હતી - ઇ. કદમને કેમ આ મીટિંગથી દૂર રખાયા? અહી બધા લોકોથી એ ખાનગી રખાઇ, એનો મતલબ અહીં એમના બાતમીદારો હોવા જોઈએ. અને રાઘવ?? આટલા ટૂંકા સમયમાં - દુબઈ - સુલેમાન પાસે પહોંચ્યો, એનો અર્થ એ થયો,, એ માણસને આજ સુધી બધા અન્ડર એસ્ટિમેઇટ કરતા હતા. આટલાં ટૂંકા સમયમાં એ સુલેમાન સુધી પહોંચી ગયો છે - ભવિષ્યમાં, સુલેમાનથી પણ વધારે શકિતશાળી બની શકે છે. કયાં સુધી વિચારોમાં ખોવાઇ રહયા હતા. ત્યાં ફોનની રીંગ વાગતા તંદ્રા તૂટી. વિચારોને દૂર હડસેલી ફોન રીસીવ કર્યો. ફોન સમાપ્ત થતા ચહેરા પર સ્મિત રેલાઈ આવ્યું.

રાઘવ એના સાથીઓ - દુબઈની સુખદ યાદો લઇ ભારત પરત આવ્યા. નાસીરને કારણે - સોનાની દાણચોરીનું પહેલું કનસાઇન્મન્ટ દુબઈથી આવ્યા બાદ મળ્યું હતું. જે બે દિવસ પછી કોલાબાના મધદરિયે- દુબઈથી જહાજમાં અને પછી બોટમાં આવવાનું હતું. રાઘવની જિંદગીનું સૌથી મોટું સાહસ હતું. તેના માટે ઉત્સુકતા ખૂબ હતી,સાથે સાથે ચિંતા પણ હતી. આની સફળતા મળે તો  તેનું નામ આ ધંધામાં કાયમી થઈ જશે. અને નિષ્ફળ રહ્યુ તો- એજ ધારાવીની પાછી જિંદગી!

મહેશ - અશોકને, રાઘવ કરતાં વધારે ચિંતા હતી તેમના હરિફોને કારણે. આ ધંધો જ એવો છે જેમાં તમને કોઈ આગળ આવવા નહી દે. દરેકને પછાડવા માંગે. દરેકને પછાડીને એક પગથિયાં બનાવી સફળતાની સીડી પર કદમ માંડવા છે. આથી મહેશ- અશોક વધારે સર્તકતા રાખી સફળતા ઇચ્છતા હતા.

રાઘવના આ કન્સાઇન્મેન્ટની ખબર હરિફોને થઇ ગઇ હતી. દરેક પોતાની રીતે તેને હડપવાનો પ્લાન કરવા લાગ્યા હતા. જોઇએ - કિસ્મત કોને સફળતાની વરમાળા પહેરાવશે?

રાઘવ - આ માલની ડિલીવરી કોને કરવાની છે તને ખબર છે?નાસીરે ફોન કરી રાઘવને પૂછયું. રાઘવે જવાબ આપતા કહ્યું, હા-નાસીરભાઇ મને યાદ છે  આ કન્સાઇન્મેન્ટ કયાં પહોંચાડવાનું છે? મુંબઈ સ્થિત - પિલ્લાઇ અને અમદાવાદ સ્થિત વ્રજેશ ચોકસીને! તમે ચિંતા ના કરો,, હું સફળતાથી - ઓ. કે. ઓ. કે.,, ઓલ ધી બેસ્ટ કહી નાસીરે ફોન કટ કર્યો.

ઇ. સુજોયને જે અજાણ્યો ફોન આવ્યો હતો એ એમના બાતમીદારનો હતો જેમાં સોનાના કન્સાઇન્મેન્ટની માહિતી આપી હતી. હવે તેમને પણ રાતની ઇંતેજારી હતી. મી. રાવના કહેવા મુજબ ઇ. કદમથી આ વાત ખાનગી રાખી હતી.

રાઘવ-મહેશ-  અશોક- તેમના માણસો તૈયાર હતા, રાતના ઇંતેજારમા. જિંદગીનું સ્વપ્ન સાકાર થઇ રહ્યું હતું. રાત પોતાના ઓછાયામા શું છૂપાવીને લાવી હતી - એનાથી બધા અજાણ હતા. કહે છે - કિસ્મત અને તેના ખેલ,, ફકત કિસ્મત અને સમયજ જાણે છે!તુચ્છ- પામર માનવી તેને જાણી શકતો નથી. માનવીના ભવસાગરમા વર્તમાન અને ભવિષ્યનો ચિતાર પહેલેથી લખાયેલો હોય છે. સમયના ચક્રે એ ઘટનાઓ બનતી જાય છે બસ!

માલની ડિલિવરી મધરાતે - મધદરિયે મળવાની હોવાથી મહેશે ત્યાં જવા માટે 'ટંડેલ નામની બોટ ' ભાડે કરી હતી. નાસીરે કોર્ડવર્ડ આપ્યો હતો એ મુજબ વર્તન કરવાનુ હતું. બધાની ઉત્કંઠા વધી ગઈ હતી, રાઘવ આશા - નિરાશાના વિચારોમાં ઝૂલતો હતો.

એમની પાછળ ' ટાઇગર ગેંગ 'ના લોકો ગોઠવાયા હતા. તેમનો આશય માલની ડિલિવરી થઈ જાય પછી તેમની બોટને આંતરી માલની ચીલ- ઝડપ કરી જવાનો હતો. એ માટે તૈયાર હતા એ લોકો.

ઇ. સુજોય અને તેમના માણસો માછીમારોના - ખારવાના વેશમાં ગોઠવાયા હતા. બધો તખ્તો રચાઇ ગયો હતો! રાઘવ અને બીજા બધા અજાણ હતા આ તખ્તાથી. મહેશને શંકા હતી કંઇક ગરબડ થશે એટલે એને સાવચેતી રૂપે અલગ તૈયારી રાખી હતી-રાઘવને બચાવવાની!

નિયત સમયે રાઘવ બીજા સાથીઓ સાથે બોટ પર સવાર થયો. બોટનું મશીન ઘરરર,,કરતું ધમ -ધમી ઊઠયું. મુંબઈના દરિયાના પાણીને ચીરતી બોટ આગળ વધવા લાગી. રાઘવની બોટને સ્ટાર્ટ થતા નિહાળી ,ટાઇગર ગેંગના માણસો ગેલમાં આવી ગયા. એમની પાછળ તેમણે પોતાની બોટ સ્ટાર્ટ કરી.

આ બધી હરકતો માછીમારના વેશમાં સજજ ઇ. સુજોય અને તેમના સાથીઓ નિહાળતા હતા. બસ, યોગ્ય સમયની રાહ જોતા હતા આ ઓપરેશન ને અંજામ આપવાની! બધા એક બીજાથી અજાણ હતા. બધાની મંઝીલ એક હતી.મધદરિયે પહોચી રાઘવે ઇશારો કર્યો એટલે બોટનું એંજિન બંધ કરવામાં આવ્યું. હવે સામેથી સિગ્નલ મળે તેની રાહ જોવાતી હતી. આજુ બાજુમાં અનેક બોટો માછીમારી કરી પાછી ફરી રહી હતી તેમાંથી કઈ બોટમાંથી સિગ્નલ મળશે એ જાણવું મુશ્કેલ હતું.

(ક્રમશઃ)

એક સાંજનો ઓછાયો નવલકથા ભાગ (૯)

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..