Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Falguni Parikh

Others

3  

Falguni Parikh

Others

એક સાંજનો ઓછાયો (૮)

એક સાંજનો ઓછાયો (૮)

5 mins
7.3K


પ્રકરણ- ૮

 

ફર્નાડિઝ એ મારો દીવાનો છે અને ચાંદની બારનો માલિક છે, રોઝીએ આંખ મિચકારતા કહ્યું. તેની મદદથી મોનાને નોકરી લાગી હતી.

રોઝી ખુદ એક ડાન્સબારની લલના હતી. ત્યાં અનેક જાતના માણસો આવતાં હોવાથી ધીરે ધીરે તેની ઓળખાણ થવા લાગી. એમ કરતાં કરતાં એ માફિયાઓના હાથા સમા લોકોને ઓળખવા લાગી. આવી જ એક ઓળખાણ તેને બાબુ કાણિયા સાથે થઈ. પરંતુ બાબુ એક હાથો હતો મોટા વૃક્ષનો એ તે જાણતી હતી. રોઝીની ઇચ્છાઓ, સ્વપ્નાં ખૂબ મોટા હતા. રોઝી મુંબઈ શહેરમાં રૂપિયા કમાવવા આવી હતી. લોકોના મુખેથી સાંભળ્યું હતું, મુંબઈ સપનાંની નગરી છે! શરૂઆતમાં નોકરી કરી, નોકરીથી જલ્દી ઉબકાઈ ગઈ. એક બારમાં મિત્રો સાથે હતી ત્યાં તેની મુલાકાત ફર્નાડિઝ સાથે થઈ. એ મુલાકાત એને ચાંદની બાર સુધી લઈ આવી. અહીં તેની મુલાકાત નાસીર સાથે થઈ. નાસીર સાથેની દોસ્તી ગાઢ બનતાં ખ્યાલ આવ્યો એ કોનો જમણો હાથો છે? એના સિવાય નાસીરની સચ્ચાઇ કોઈ જાણતું નહતું.

મોનાને રોઝીની બધી વાતો ભેદી લાગી. તેને ખ્યાલ આવ્યો, રોઝી જણાવતી નથી પરંતુ એ કંઈક ખેલ ખેલી રહી છે. ખૂદને બધાથી દૂર રાખવાનું નક્કી કર્યું. ઘરમાં માસુમ છોકરાઓ છે, તેને કંઇક થાય છોકરીઓનું ધ્યાન કોણ રાખશે?

બીજે દિવસે મહેશની મનાઈ છતાં રાઘવ ખુદ એને લઈને રાતે ડાન્સબાર પાછો ગયો. મોનાની નજર આ યુવક પર પડી, એને ખ્યાલ આવ્યો આ કાલે રાતે અહીં આવ્યો હતો. સ્ટેજ પર ડાન્સ ચાલતો હતો, રોઝી આજે આવી નહતી. રાઘવ નિરાંતે બેસી ચારેબાજુ જોતો હતો. આજે વાતાવરણ શાંત લાગ્યું. મહેશ અને અશોક ડાન્સબારની બહાર તપાસ અને પૂછપરછ કરી આવ્યાં, કોઈને ખબર નહતી એ માણસો વિષેની. મહેશ, અશોક રાઘવ પાસે પરત આવ્યા. પરિણામ શૂન્ય આવતાં એ લોકો રવાના થયા. મોનાની નજર એમના પર હતી, વિચારી રહી, કોણ હશે? અહીં આવનારા બધા લોકોની નજરમાં લોલુપતા જોવા મળતી, જયારે આ યુવકની નજરમાં એ જોવા નથી મળતું. ડાન્સ સમાપ્ત થયા પછી માયાને એ યુવક વિષે પૂછયું. માયા હસતા- હસતા બોલી- જાનેમન, અહીં કામથી કામ રાખ! પૂછપરછ નહીં કરવાની અહીં, નહીં તો જિદંગીથી હાથ ધોઈ નાંખીશ સમજી તું? આ ઝાકમઝોળથી ભરેલી એવી દુનિયા છે દૂરથી ખૂબસૂરત લાગનારી પરંતુ નજદીકથી કાંટાળી છે. અહીં વાતો પછી થાય છે, ગોળીઓની રમઝટ પહેલાં થાય છે સમજી? આ દુનિયા બધાની માતા સમાન છે, જે અંધારી આલમના છે, આપણી જેવી સમયની ઘાતથી ઘાયેલ થયેલી, અને સૌદર્યના પૂજારીઓની! એક બીજાની સંતુલનથી આ દુનિયા ધબકી રહી છે. માયા હસતા- હસતા- બોલી, એ તારા કામનો નથી - તારા શું? કોઈના કામનો એ યુવાન નથી. માયાના આવા જવાબથી મોનાને આશ્ચર્ય થયું, આટલો હેન્ડસમ યુવાન શું નપુસંક ( ઇમ્પટન્ટ), કે ગે છે? તેને વિચારોમાં ખોવાયેલી જોતા, ચહેરાનો મેકઅપ ઉતારતાં બોલી મનમાં કોઇ ઉલટાસીધા વિચારો ના લાવ. એનું નામ રાઘવ છે. આ ડાન્સબારની મુલાકાતે એ બે દિવસથી આવે છે, પરંતુ હું એને જાણું છું. તું મનમાં એના વિષે વિચારે છે એવું કાંઈ નથી. અરે, એના માટે બધા ડાન્સબારની છોકરીઓ દીવાની છે.પરંતુ આ બધાથી અલગ છે. કેટલીય છોકરીઓએ સામેથી તેને આમંત્રણ આપે છે, તે અલિપ્ત રહ્યો છે. એ કોઈ પણ સ્ત્રીની બેઇજજતી સહન કરી શકતો નથી. આવા અલગારી - દિલના સાચા યુવાન પર બધી યુવતીઓ પાગલ બને એમાં નવાઈ શી છે? અહીં આવનારા બધા પુરૂષોની તુલનાએ રાઘવ અલગ છે - જાનેમન સમજી! માયાના મુખેથી રાઘવ વિષે જાણીને નવાઈ લાગી. ગુનાની દુનિયા એટલે કાદવની દુનિયા, આવી દુનિયામાં આવા કમળ પણ ખીલતા હોય છે એ આજે જાણ્યું! મોનાને વિશ્વાસ ના આવ્યો.

નાસીર મારફત સુલેમાન પાસે રાઘવની સફળતાના સંદેશા આવતા ત્યારે સુલેમાન વિચારતો મે આ માણસ પર ભરોસો કર્યો છે એ ખોટો સાબિત નહી થાય. એક પરીક્ષા વધુ લેવાની નક્કી કરી નાસીરને એ કામ સોંપ્યું. રાઘવની સૂઝબૂઝ અને નિષ્ઠાથી એ કામ ફતેહ થતા, સુલેમાનની નજરમાં રાઘવ બાબુ કરતા વધારે ચડિયાતો સાબિત થયો. રાઘવને દુબઈની મિટિંગમાં આમંત્રણ પાઠવવામાં આવ્યું. સંચાલન સુલેમાનનું -અંજામ નાસીર આપતો હતો. રાઘવ એના ચાર સાથીઓ સાથે પહેલી વખત દુબઈ આવ્યા. દુબઈ એરપોર્ટ પરથી કારોના કાફલા રવાના થયા. દુબઈની જાહોજલાલી, અફાટ રણ ,આરબોના મહેલો જેવા બંગલા, આલિશાન હોટલો, શોપિંગ મોલ, જોઈને ખૂબ આશ્ચર્ય થતું હતું. નાસીર તેમની આંખોમાં આશ્ચર્ય જોઈ મનમાં હસતો હતો. કારોનો કાફલો - અફાટ રણની વચ્ચે પ્રાઇવેટ બીચમાં બનાવેલી આલિશાન હોટલ 'Rixos The Plam 'માં  પ્રવેશી. ચારેબાજુ રણ અને વચ્ચે પ્રાઇવેટ બીચ - આ હોટલ દિવાસ્વપ્ન જેવી લાગતી હતી. આવી શાનદાર હોટલમાં બધાનો પ્રવેશ થયો. રાઘવને આ જોઈ નવાઈ લાગતી હતી, મહેશ - અશોક જાગ્રત હતા. અજાણ્યા લોકો, અજાણી જગ્યા, અને અહી મિટિંગ, એનો મતલબ કે એમના સિવાય બીજા દેશમાંથી આવેલા આ ધંધાના લોકો સાથેની મુલાકાત! ના જાને એ કયો રંગ લાવશે?

દુબઈની મિટિંગમાં રાઘવને ત્રીજે દિવસે પ્રવેશ આપવામાં આવ્યો. પ્રથમ વખત ઇન્ટરનેશનલ લેવલના માણસોને જોઈ આશ્ચર્ય થયું. નામ સાંભળ્યા હતા, રૂબરૂ આજે નાસીરને કારણે મુલાકાત થઈ. નાસીરે - રાઘવની મુલાકાત એક શખ્સ સાથે કરાવતા બોલ્યો - રાઘવ આ સુલેમાન ભાઇજાન છે. સુલેમાન રીઝવી! ઓહ, આ એ વ્યક્તિ છે જેને મુંબઈની પોલિસને હંફાવ્યા છે. રાઘવને સુલેમાનની તાકાતનો અંદાજ આવી ગયો, તેની મિત્રતા કેવા કેવા લોકો સાથે છે એ સમજાયું. સુલેમાનનું નામ ખૂબ સાંભળ્યું હતું, એ વ્યક્તિ આટલી સરળ, સાદી હશે રાઘવને સમજાયું નહીં. નાસીરે રાઘવને ઘણા લોકો સાથે પરિચય કરાવ્યો. મિટિંગ પત્યા પછી ડિનર હતું. બધાને વિદેશી શરાબ પીરસાતો હતો. શરાબ, મ્યુઝિક અને શબાબની છોળો ઉડતી હતી. સ્ટેજ પર 'પોલ ડાન્સ' ચાલતો હતો. જેમાં પુરૂષ - સ્ત્રી બંને નૃત્ય કરતા હતાં. તેમના ઉન્માદી હાવભાવથી ત્યાંનું વાતાવરણ ઉન્માદી બન્યું હતું. રાઘવ માટે આ અનુભવ નવો હતો. શરાબ, ડાન્સ સાથે વાતચીતનો દોર ચાલતો હતો. શેખ અબ્દુલની મુલાકાત રાઘવ સાથે નાસીરે કરાવી. બંને અરબી ભાષામાં વાતચીત કરી રહ્યા હતા, જે રાઘવને સમજ પડતી નહતી. શેખની વાતોમાં ઇન્ડિયા, કાશ્મીરનો ઉલ્લેખ આવતાં રાઘવ ચોક્યો. નાસીર સામે જોઈ રહયો. નાસીરે વાતને હસવામાં ઉડાવી દીધી, શેખને ત્યાંથી દૂર લઈ જતો રહ્યો. નાસીરની આ હરકત જોઈ રાઘવને મનમાં સહેજ શંકા થવા લાગી.

નાસીર શેખને રવાના કરી બીજા મહેમાન પાસે જવા લાગ્યો, રાઘવ ત્યાં પહોંચીને પૂછવા લાગ્યો. ભાઈ-  આ શેખ સાહેબ કાશ્મીરની શી વાત કરતા હતા? રાઘવનો સવાલ સાંભળી નાસીર હસતા હસતા બોલ્યો, અરે રાઘવ- કાશ્મીરનો અડધો ભાગ પાકિસ્તાનમાં છે, ત્યાં આપણા ધંધાનો વિકાસ કરવાનો છે એના માટે આ મિટિંગ યોજાઈ છે એ વાત હતી. તમે કેમ ચિંતા કરો છો? ભાઈજાન બોલાવે છે - એમ કહી ત્યાંથી જતો રહ્યો. રાઘવના મનમાં સવાલ મૂકતો ગયો- ભારત- કાશ્મીરનો?

હવે આ વિષે પૂછવું કોને? અહી બધા અજાણ્યા હતા. ડાન્સ પછી ડિનરમા જાતજાતની વાનગીનો રસથાળ હતો. રાઘવને રસ ના પડયો. પાર્ટી સમાપ્ત થતાં બધા હોટલની રૂમમાં જવા લાગ્યા. મહેશ સાથે આ વાતની  ચર્ચા હમણાં કરવી નથી એમ નકકી કર્યુ. બીજે દિવસે દુબઈની પ્રખ્યાત ઊંટોની રેસ યોજાય છે એ જોવાનો કાર્યક્રમ હતો. નિયત સમયે એ રેસ શરૂ થઈ, દરેકે ઊંટો પર કરોડો રૂપિયાની બોલી લગાવી હતી. અહીં કરોડો રૂપિયાની ઉથલપાથલ એક રેસમાં થતી નિહાળી રાઘવને આશ્ચર્ય થયું. દુબઈના અનુભવ યાદગાર બની રહયા તેની જિદંગીના.

 

(ક્રમશઃ)


Rate this content
Log in