Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
મુકિતબંધન
મુકિતબંધન
★★★★★

© Falguni Parikh

Others

6 Minutes   1.4K    10


Content Ranking

મેડમ, આજે તારીખ કઈ છે?  ઘરકામ કરતી, બાઇએ જ્યારે શચીને પૂછયું ત્યારે શચી લેપટોપ પર ઈ-મેઈલના જવાબ આપતી હતી. તેણે હસીને પૂછયું- ‘કેમ?  કંઈ ખાસ છે આજે?’

‘નહીં મેડમ, એમ જ પૂછ્યું.’  હસીને તે બોલી.

‘હમમમમ્... આજે ૪ એપ્રિલ!’ એમ બોલતા શચીની કી બોર્ડ પર ફરતી આંગળીઓ અચાનક થંભી ગઈ. ૪ એપ્રિલ... ઓહ! માઇન્ડમાં એ તારીખ રિપીટ થઈ. એક સળવળાટ થયો. કંઈક અધૂરાં સપનાં, યાદો, અચાનક 'મન' નાં ઝરૂખે ડોકાવા લાગ્યાં. શચીના એકાંકી જીવનમાં એકલતા જાણે ભીડમાં ભૂલા પડેલા બાળક જેવી છે. તેના 'માઇન્ડે ' ઘણી વખત બંડ પોકારી અવાજ ઊઠાવ્યો પણ છે કે શચી, તે શા માટે આ પરિસ્થિતિની પસંદગી કરી?  કેમ અવાજ ના ઉઠાવ્યો?

લેપટોપ પર જવાબ આપવા એક ફોલ્ડર પર ક્લિક કર્યું. ફોલ્ડર ખૂલતાં એની જિંદગીની મૂલ્યવાન ક્ષણો તસવીર રૂપે કેદ હતી એ આજે ફરી ઊખેળી. નજર સમક્ષ એ ગુજરી ગયેલી પળો ફરી માનસપટ પર સજીવન થઈ ગઈ.

શચી-શૈનાકના લગ્નની ૨૦મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે ભવ્ય પાર્ટીનું આયોજન 'એવન્યુ પાર્ક' બંગલામાં કરવામાં આવ્યું હતું. મિત્રોને આમંત્રિત કર્યા હતાં. સંધ્યા થતાં જ  બંગલામાં રોનક છવાવા લાગી. મુંબઈ શહેરનાં ઉદ્યોગપતિઓ આ પાર્ટીમાં સામેલ થવા આવવા લાગ્યા. શાનદાર પાર્ટી આપવામાં શૈનાક જાણીતા હતા. શચી પાર્ટી માટે તૈયાર થઈ. દર્પણમાં પોતાનું પ્રતિબંબ નિહાળી વિચારી રહી- સમય કેટલો ઝડપથી પસાર થઈ ગયો. એવું લાગે છે જાણે કાલે જ એમના લગ્ન થયા!

શચીને શૈનાક સાથેની પ્રથમ મુલાકાત યાદ આવી ગઈ. શચીએ બી.એ.માં ડબલ ગ્રેજ્યુએશન કર્યું હતું. અભિનયનો શોખ હોવાથી એ નાટ્ય એકેડેમીમાં જોડાઈ હતી. શૈનાકની મુલાકાત પણ એક નાટકના શો દરમ્યાન જ તો થઈ હતી. તેના અભિનય પર તે વારી ગયો હતો. વારંવારની મુલાકાત 'પ્રણય'માં ફેરવાઈ. અને એ પ્રણય 'લગ્નબંધન'માં બંધાયો.

શરૂના દિવસો ખૂબ સરસ રીતે પસાર થઈ ગયા. શચીએ લગ્ન પછી પણ અભિનય ચાલુ રાખ્યો હતો. જેમ-જેમ સમય પસાર થતો ગયો એમ શૈનાકનું વર્તન બદલાતું ગયું. સખત શબ્દોમાં નાટકોમાં અભિનય કરવાની મનાઈ ફરમાવી. ઘરની જવાબદારીના બહાને ઘરમાં કેદ કરવામાં આવી. શૈનાક શચીને પાર્ટીમાં જ લઈ જતો લોકો ને બતાવવા પોતાની પત્ની કેટલી બ્યૂટીફૂલ છે!

શૈનાકના આવા વ્યવહારથી શચી ત્રસ્ત થઈ ગઈ હતી, અવાજ ઊઠાવતી તો સખત શબ્દોમાં તેની સાથે ઝઘડતો હતો. તેના ડંખીલા શબ્દો તીરની માફક કાળજામાં ચૂભતા હતા. શૈનાકને તે વારસદાર આપી શકી નહોતી એ બહાનું આગળ કાઢી તેનું અપમાન કરતો. શચીને ઘણી વખત કહેવાતા સંબંધોના ખોખલા પિંજરને તોડીને જતા રહેવાની ઇચ્છા થતી. પરંતુ આ વિશાળ દુનિયામાં... તે એકલી હતી. તેના લગ્ન પછી તેની મોમનું દેહાંત થઈ ગયું હતું.

આ યાદ આવી જતાં આંસુ છલકાઈ આવ્યા. આંસુઓને લૂછી ચહેરા પર મેક -અપનો ઢોળ ચડાવી તૈયાર થઈને પાર્ટી માટે બંગલાની લોનમાં આવી. જોયું, તો શૈનાક મિત્રો સાથે ડ્રીંક્સ અને મજાક મસ્તી કરી રહ્યો હતો. શચીને આવી પાર્ટીઓ ગમતી નહીં. પાર્ટીમાં કોઈની સરભરામાં ખામી ના રહી જાય, એ માટે ધ્યાન આપવા લાગી.

અચાનક પાછળથી શચી ઓ શચી!  એવી બૂમ સંભળાય. આટલી ભીડમાં એ બૂમ સાંભળી શચીએ પાછળ જોયું.  હાથમાં જ્યૂસનો ગ્લાસ લઈને મેહુલ ઊભો હતો. મેહુલ તેની સાથે નાટકોમાં અભિનય કરતો હતો. આટલા વર્ષો પછી તેને સામે જોતા શચી ખુશ થતાં બોલી, ‘મેહુલ,, તમે, અહીં?’

‘ઓહ માય ગોડ, શચી!  તમે તો આટલા વર્ષો પછી પણ ખૂબ જ સુંદર લાગો છો! રિયલી,  યુ આર વેરી બ્યૂટીફૂલ એન્ડ ગોરજિયસ!"

‘થેકન્સ મેહુલ! તમે અહીં કયાંથી?’

‘અરે, મારા આર્ટ ડિરેક્ટર મિ. ઘોષ સાથે શૈનાક મહેતાની પાર્ટીમાં આવ્યો છું. મને ખબર નહીં કે, તમે આ રીતે અહીં મળી જશો. તમે પણ પાર્ટીમાં આવ્યા છો ને?

મેહુલ, શૈનાક મહેતા મારા હસબન્ડ છે.

ઓહ, રીયલી! કોગ્રેચ્યુલેશન ફોર યોર મેરેજ એનિવર્સરી!

થેકન્યુ વેરી મેચ બોલતાં શચીનાં ચહેરા પર મ્લાન સ્મિત આવી ગયું.  મેહુલની નજરથી અજાણ્યું ના રહ્યું. શચીની નજર શૈનાક પર પડી. તે શંકાશીલ નજરે તેમની તરફ જોઈ રહ્યો હતો. તે શચીએ જોતાં એક્સ્ક્યુઝમી કહી ત્યાંથી ખસી ગઈ. મનમાં ગભરાઈ શૈનાક ના જાને, આનું શું અર્થઘટન કરશે?

મોડી રાતે પાર્ટી સમાપ્ત થઈ. શચી ખૂબ થાકી હોવાથી પાર્ટીની સાડી ચેઇન્જ કર્યા વગર જ બેડ પર પોતાનું થાકેલું શરીર નાખ્યું. એટલામાં બંને રૂમની વચ્ચેનો બંધ ડોર ખૂલ્યો. શૈનાક નશામાં ઝૂમતો શચી પાસે આવ્યો. શચીની અનિચ્છા છતાં 'શારિરીક સંબધ' બાંધી ઉપહાસ કરતો તેના પર્સનલ રૂમમાં જતો રહ્યો. શચી તડપતી રહી. લગ્નજીવનનુ 20મું વર્ષ આ રીતે ઉજવાશે એ વિચાર્યું નહતું. બે રૂમોની વચ્ચે જેમ ડોર બંધ હતો એમ એમના દિલો વચ્ચેનો સ્નેહનો સેતુ બંધ હતો.

બીજે દિવસે શૈનાકે શચીને પાર્ટીમાં કોની સાથે વાત કરી રહી હતી તેની પૂછપરછ કરી. શચીએ જવાબ આપ્યા. પરંતુ, શૈનાકના મનમાં  શંકાએ સળવળાટ શરૂ કરી દીધો હતો. તે વારેવારે અચાનક ઘરે આવી ચેક કરતો, શચીને મળવા કોઈ આવતું તો નથી ને? શચી ઇચ્છતી કે એ શૈનાકને સમજાવે  પણ એ વ્યર્થ હતું.

શચી એક દિવસ શૈનાકનો અવ્યવસ્થિત બેડરૂમ સરખો કરતી હતી. કબાટમાં  અસ્તવ્યસ્ત કપડાં સરખા ગોઠવતી હતી ત્યારે કપડાં નીચેથી એક ફાઇલ  તેના પગ પાસે સરકીને પડી. તેને ઊંચકતા સહસા બોલી, આ શૈનાક, કદી પોતાની વસ્તુઓ વ્યવસ્થિત નથી રાખતા. આટલી કિંમતી ફાઇલ જોને કેવી રીતે મૂકી છે?  એમ બોલી ફાઇલ, કબાટમાં મૂકવા જતાં તેમાંથી ફોટોગ્રાફ્સ સરકીને નીચે પડ્યા. ઓહ હો, શૈનાક પણ... એમ બોલતાં, ફોટોગ્રાફ્સ પર તેની નજર પડી. તેમાં શૈનાક કોઈ અજાણી સ્ત્રી અને એક છ કે સાત વર્ષના બાળકના એ ફોટા હતાં.  કૂતુહલવશ, શચીએ ફાઇલ ખોલી, એમાં ડીવોર્સનાં કાગળો હતાં. એ જોતાં નવાઈ લાગી. જ્યારે એ વાંચ્યા ત્યારે તેના પગ નીચેથી ધરતી સરકી ગઈ! એ કાગળો એમનાં જ ડિવોર્સના હતા અને શૈનાક તો સહી કરી નાખી હતી. શચીને વિશ્ચાસ ના આવ્યો.  ફોટા હવે ધ્યાનથી જોયા. એક ફોટા પર લખ્યું હતું, રીના માય લવ, માય હાર્ટ માય સોલ એન્ડ માય કોસ્મિક સેલ્ફ!  બાળકના ફોટા પર લખ્યું હતું, માય ડિયર સન, મનન, લવ વિથ પાપા!

શચીને તો ચકકર આવી ગયા. તે ફાઇલ લઈને તેના રૂમમાં આવી. હવે ખ્યાલ આવ્યો, શૈનાક ઓફિસ મિટિંગને બહાને, એક વીક ઘરથી દૂર કેમ રહેતા હતા? એ આટલા વર્ષો શૈનાકનો માનસિક ત્રાસ સહન એટલે કરતી રહી, એ ખુદને ગુનેગાર માનતી હતી. સમજતી હતી તે શૈનાકને એક બાળકનું સુખ નહોતી આપી શકી એટલે શૈનાક એની અવગણના કરે છે. આજે સચ્ચાઈ સામે આવી, તે દિગ્મૂઢ બની ગઈ.

શાંત મનથી વિચારી નિર્ણય કર્યો. ડિવોર્સ પેપર પર સહી કરી, સાથે એક પત્ર લખ્યો શૈનાકને!  થોડો જરૂરી સામાન જે તેની મોમે આપ્યો હતો એ લઈ ગૃહત્યાગ કરી દીધો.

ગૃહત્યાગ પછી બંગલાની બહાર આવતાં  તેને મુક્તિભર્યો શ્વાસ લીધો. આજે તે ખુશ હતી. જિંદગીના બધા જ સમીકરણોના કૌંસને તે છોડી આવી હતી!  હવે જિંદગીના કોઈ સરવાળા, બાદબાકી બાકી જ ના રહ્યા!

હવે જવું ક્યાં?  એના માઇન્ડે પૂછયું?  હસીને ખુદ બોલી, આજે તો હું બંધનથી મુક્ત બની છું,  હું મુકત ગગનમાં ઊડાન ભરીશ! ભેગી કરેલી રકમથી પહેલાં એક ફ્લેટ ખરીદીશ એમ નક્કી કરી મુંબઈની સડક પર પહેલી વખત ગર્વથી કદમ માંડ્યા!

ત્યાંથી એક નવી સફર શરૂ થઈ, ફરી અભિનય ક્ષેત્રે ઝંપલાવ્યું. ધીરે-ધીરે તેના અભિનયની નોંધ લેવામાં આવી. ગુજરાતી ફિલ્મ માટે તેને હીરોઈનના રોલ માટે સિલેક્ટ કરવામાં આવી. એક પ્રખ્યાત અભિનેત્રી તરીકે તેનું નામ થવા લાગ્યું.

આજે અચાનક, તારીખના સવાલે યાદ આવી ગયું- ૪ એપ્રિલ- તેની "મુકિતબંધન"

લેપટોપ પરની એ તસવીરોને બંધ કરી દીધી. યાદોના અંધકારમય જીવનને જીવવા માંગતી નહોતી. મનમાં હસવું આવ્યું, જેને તે જિંદગી માની જીવતી હતી એણે તો ગૃહત્યાગ પછી એક દિવસ માટે પણ તેનો સંપર્ક કર્યો નહોતો. કેવી છે જિંદગી અને કેવા છે તેના ખેલ?

વાર્તા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..