Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
એક સાંજનો ઓછાયો (૬)
એક સાંજનો ઓછાયો (૬)
★★★★★

© Falguni Parikh

Others

3 Minutes   7.1K    13


Content Ranking

પ્રકરણ- ૬

જિંદગી એક પ્રવાસ છે, સૌ પોત-પોતાની દિશામાં પ્રવાસ કરે છે. કેટલીક વ્યકિતઓ થોડા સમય સાથે ચાલે છે કેટલીક વ્યકિતઓ ખૂબ લાંબા સમય સુધી! દરેક સંબંધ એટલું જીવે છે જેટલા શ્ચાસો એના નસીબમાં લખાયા હોય. સવિતા -રૂપા એક બીજાના સાંનિધ્યમાં વહેતા સમયને સથવારે જિંદગી ગુજારતા હતાં. રૂપા પોતાના તરછોડાયેલા બાળકના સ્મરણો સાથે જીવન જીવતી હતી. કહેવાય છે-પડછાયો માણસના શરીરથી કદાપી અળગો થતો નથી. ભૂતકાળની સારી-નરસી ઘટનાઓ અતીતનો ઓછાયો બનીને માનવીના મનનું વલણ બની જાય છે. ભૂતકાળના સંભારણા દરેકને સમુદ્ર કાંઠાની સુંવાળી રેતીમાં રમતા બાળકોની રમત જેવા લાગે છે. વર્તમાનની ભરતી કાંઠા તરફ ધસી આવે ત્યારે એ સંભારણાને ઊછળતા મોજાંને હવાલે કરીને ભૂતકાળ દૂર ભાગી છૂટે છે. ભૂતકાળની ઘટનાથી વિચલિત થઈ રૂપાએ લગ્ન ના કર્યા. સવિતામાસી એ એક -બે યુવકો બતાવ્યા જે તેને અપનાવા તૈયાર હતા,  રૂપાએ ના પાડી. બંને એકબીજાની વેદનાઓ જણાવી શકતા નહીં. દરેક નોકરીમાં એનું રૂપ દુશ્મન બનતું, બોસની એવી લોલુપતા ભરી નજરોને કારણે ઘણી નોકરીઓ છોડી. સમય ગુજરતો ગયો. સવિતા માસી આ દુનિયામાં તેને એકલી મૂકી મૃત્યુ પામ્યા. જીવન જીવવા નોકરી કરવી પડશે, એ માટે સમાચાર પત્રમાં આવેલી 'રણકાર' સંસ્થાની જાહેરાત યોગ્ય લાગતા દર્શાવેલ સમય અને જગ્યાએ ઈન્ટરવ્યુ આપવા પહોંચી. બધાના ઈન્ટરવ્યુ લેવાયા બાદ એ સંસ્થાના ગૃહમાતાની પોસ્ટ માટે તેની નિમણૂંક કરવામાં આવી. 'રણકાર' સંસ્થા સમાજમાં તરછોડાયેલી એવી બાળાઓ માટે છે, જેને એક બોજ સમજી ત્યજી દેવામાં આવે છે. આવી અનાથ છોકરીનો અહીં ઊછેર કરવામાં આવે છે. અભ્યાસથી સુસજજ કરીને યોગ્યતાના ધોરણે સ્વમાનભેર જીવન જીવતા શીખડાવામાં આવે છે. 'રણકાર' સંસ્થાએ ફાળવેલ મકાનમાં રહેવા ગઈ. સવિતામાસીનું ઘર સમય જતાં વેચી દીધું. સંસ્થાના કામમાં પોતાની જાતને ઓતપ્રોત કરી. ભગવાને અનાયસે એક બાળકના બદલે ઘણી બાળાઓની માતા બનાવી દીધી.

 

'રણકાર' સંસ્થાના કર્તાહર્તા -ઈશિતા ગોયલ -મુંબઈના ગોયલ એન્ડ ગોયલ કંપનીના ચેરપર્સન અને રવિ ગોયલની પત્ની. રવિ ગોયલનું નામ મુંબઈના બીઝનેસ વર્લ્ડમાં ખૂબ સન્માનીય છે. પરિવારમાં એક પુત્ર -રાજ ગોયલ! ભગવાને એક દીકરી આપી હતી, તે વખતના આર્થિક સંજોગો નબળા હોવાને કારણે દીકરીના ઓપરેશન વખતે બચાવી ના શકયા. દીકરીને એ પરિવારે ગુમાવી. એનો રંજ ઈશિતા-રવિને આખી જિંદગી રહ્યો. એ ઘટના પછી રવિએ દિવસ-રાત એક કરી ખૂબ મહેનત કરી અને પોતાના બિઝનેસમાં સફળ થયા. આજે નરિમાન પોઇન્ટના વૈભવી વિસ્તારમાં આલિશાન ઓફિસ છે! બીજા ઘણા બિઝનેસ છે, જૂહુ જેવા વૈભવી વિસ્તારમાં 'પાર્ક એવન્યુ 'નામનો આધુનિકતાથી સજજ વિશાળ બંગલો છે. પોતાનું ગુમાવેલુ અનમોલ રતનની યાદમાં આ સંસ્થા શરૂ કરી, ઘણી દીકરીઓના પાલક માતા -પિતા બન્યા. સંસ્થાની દીકરીઓ યુવાન બને ત્યારે એને યોગ્ય જીવનસાથી શોધી લગ્ન કરાવી સાસરે વળાવતા. પોતાની દીકરીને ગુમાવ્યાનો રંજ બંનેને રહેતો. બંને એકબીજાના દુ:ખ દર્દ જાણે છે -તેને વાચા આપી કહેતા નથી.

કિસ્મતે રૂપા-ઈશિતા-રવિ સાથે થયેલા અન્યાયને એક સાથે એક જગ્યાએ મેળવી આપ્યા. કદાચ એમાં કોઈ ગાઢ સંકેત કે ગૂઢાર્થ છૂપાયો હોય શું ખબર?

રાઘવને સજા ઓછી થઈ હતી એટલે જેલમાંથી છૂટી ગયો. મકરાણીની સજા લાંબી  હતી. રાઘવે મકરાણીને બાંહેધરી આપી બહુ જલ્દી ગોવા મળવાની. રાઘવ જેલમાંથી છૂટી ધારાવી પહોચ્યો. મિત્રને આવેલો જોઈ બધા સાથી ખુશ થયા. જેલ હવે એ લોકો માટે એક સ્વજનનો મુકામ બની ગયો હતો. ધારાવીમાં કોઈ ઘર એવું નહીં હોય કે ત્યાંથી કોઈ એક વાર જેલ ના ગયું હોય? રાઘવને પરત આવેલો જોઈ મહેશને ખુશી થઈ. મહેશ તેના બચપણનો અને સુખ -દુ:ખનો સાથી હતો. પોતાના પ્રાણની પરવા ના કરતા એને રાઘવની જિંદગી બચાવી હતી. મહેશ, રાઘવનો વિશ્વાસુ મિત્ર બની ગયો. ઘણી વખત રાઘવને આ ગુનાની દુનિયા છોડી દેવા માટે સમજાવતો, રાઘવ માનતો નહીં. આથી મહેશ રાઘવનો પડછાયો બની સાથે રહેતો. રાઘવની ગુનાહિત જિંદગીની મજબૂત ઢાલ બની સદા સાથે રહેતો.

જેલમાં મકરાણી પાસે શીખેલી ધંધાની નવી રીતો -તેને પોતાના ધંધામાં ઉપયોગ કરી ધંધો વધાર્યો. મકરાણીના કોન્ટેકથી ચરસ, ગાંજો, અફીણ સહેલાઈથી ઉપલબ્ધ થતાં ધીરે ધીરે નવો ધંધો જામવા લાગ્યો. આ નવા ધંધાને કારણે મુંબઈની બીજી શક્તિશાળી ગેંગમાં તેનું નામ ચર્ચાવા લાગ્યું. તેને કારણે મોટા ગેંગ લીડરો સાથે ઓળખાણ થવા લાગી. આ ઓળખાણનો ઉપયોગ ખૂબ સહેલાઈથી ધંધામાં કરતો. આવા એક સંપર્કથી અનાયસે તેને સોનાની દાણચોરીના ધંધામાં પ્રવેશ કર્યો.

 

(ક્રમશઃ)

પ્રકરણ ૬

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..