Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shailee Parikh

Others

2  

Shailee Parikh

Others

ચાડિયો

ચાડિયો

2 mins
8.3K


એક મોટું ખેતર હતું. તેમાં એક ખેડૂત પરિવાર રહેતો હતો. પરિવારના બધા સભ્યો દરરોજ ખેતરમાં મજુરી કરી સાંજે ભેગા મળી જમતાં ખેડૂત પરિવારમાં ધરડા દાદા-દાદી ખેતરની રખેવાળી કરતા, દાદાના બે દીકરાને તેમની પત્ની ઋતુ પ્રમાણે શાકભાજી-અનાજ વાવી, લણી જરૂર પૂરતુ પોતે રાખી બાકીનું બજારમાં વેચી આવતાં દાદાના ચાર પૌત્રો હતા. ચારે પૌત્રો રોજ નિશાળે જતાં અને નવું-નવું શીખતા.
 
નવરાશના સમયે ચારે બાળકો માત-પિતાની મદદ કરતા. ચારે બાળકોની ભણવાની ધગશ પણ ખૂબ સારી હતી. તેમના ગામમાં જે શિક્ષક આવતા હતા તે શહેરમાં રહેતા હતા. નિશાળના બીજા બાળકો કરતા આ ખેડૂત પરિવારના ચારેય બાળકો શિક્ષકના પણ વ્હાલા હતા. તે શિક્ષક આ ચારે બાળકોને ખેતીની જુદી-જુદી પધ્ધતિની, ખાતર બનાવવાની વૈજ્ઞાનિક રીતો શીખવાની વિડિયો બતાવતા ચારેય બાળકો ઘરના વડીલો સાથે આ બધી વાતોની ચર્ચા કરતા, અને તેમના માતાપિતા, દાદા-દાદી સૌ હરખાતા.
 
એક વાર રાત્રિના સમયે સૌ ઊંઘતા હતા ખેતરમાં જુવારના ડુંડા વાવ્યા હતા અને ખેતર ફરતે વાડ ન્હોતી. એટલે સવારે ઊઠી સૌ એ જોયું તો સૌ દુ:ખી થઈ ગયા. ચારે બાળકો ઉદાસ ચહેરે શાળામાં ગયા. અને પોતાના ખેતરની વાત શિક્ષકને કરી તો શિક્ષક કહે, બસ આટલી વાત, કંઈ વાંધો નહિ હવે ફરીથી તમારા ખેતરમાં કોઈ હાની ન પહોંચાડે એવી આપણે વ્યવસ્થા કરીએ, શિક્ષકે બાળકોને કહ્યું,
 
જેમ આપણે ખેતરની વચ્ચે માણસ ઉભો હોય, એવો ચાડિયો બનાવીએ છીએને, એવી જ રીતે ખેતરની ફરતે તારની વાડ કરીએ, તારની વાડ ઉપર શાકભાજી ના વેલા ચડાવીએ તો શાક પણ વધુ ઉગે, વાડ માંથી કોઈ અંદર પણ ન આવે, તો દિવસ રાત તમારે ચોકી કરવાની જરૂર પણ ન પડે અને વાડરૂપી ચાડિયાભાઈ તમારા ખેતરની રક્ષા પણ કરે. તો તમે ઘેર જઈ તમારા દાદાને કહેજો ગામની દુકાનમાંથી તારની વાડ બાંધવાનો ને વેલા વાળા શાકભાજીના બિયારણ નો સામાન લઈ આવે. ચારે બાળકોને શિક્ષકની વાત સાચી લાગી અને શાળા એથી ઘેર જઈ વડીલોને વાડુ બનાવવા વિષે વાત કહેવાનું વિચારતાં વિચારતા તેઓ વર્ગ ભણી ચાલવા લાગ્યા.


Rate this content
Log in