Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
એક સાંજનો ઓછાયો (૧)
એક સાંજનો ઓછાયો (૧)
★★★★★

© Falguni Parikh

Others

4 Minutes   7.3K    17


Content Ranking

પ્રકરણ- ૧

માનવી જન્મથી કદી બૂરો નથી બનતો, તેને બૂરાઇના રસ્તા પર જિંદગીના સંજોગો જ લઇ જાય છે. અને ત્યારે એ વાસ્તવિકતા ખૂબ ભયાનક રૂપ ધારણ કરી દેતી હોય છે. એનો જન્મ પણ એક મજબૂરીની ઘટનાને કારણે થયો હતો. રમેશ, પણ એનુ સાચું નામ ક્યાં હતું, કેમકે તેમના જેવાઓના જન્મ જ એક મજબૂરી હોય... તેની ખુશી કે માતમ કદી હોતા નથી! એટલે નામ તો કોણ પ્રેમથી આપે એમને? જેને મનમાં જે આવ્યું તે નામ આપ્યું.

તેની 'મા'નું નામ રૂપા હતું. તેઓ ધારાવીની ઝૂંપડપટ્ટીની એક નાની ખોલીમાં રહેતા હતા. ધારાવી મુંબઈની સૌથી મોટી ગરીબ વસાહત. એમ કહેવાતું કે તે ગુનાઓની માતાની કૂખ છે! તે એવી અટપટી છે કે એક વખત કોઇ ત્યાં ઊતરી જાય તો તેને શોધવો મુશ્કેલ બને. એક નાનકડી ખોલીમાં રતન-જયા અને એની દીકરી રૂપા રહેતા હતા. બંને જણાં મજૂરી કરી તેમનું ગુજરાન ચલાવતાં હતાં. દીકરીનો જન્મ થતા તેમની આંખોએ પણ સપનાં જોયાં, તેને ખૂબ ભણાવે... ત્યાંના બાળકો મોટા થઈ રખડયા કરતા હતા. રૂપા મોટી થતાં, ત્યાંની શાળામાં અભ્યાસ માટે દાખલ થઈ. આજુબાજુનાં લોકો તેમની મજાક ઊડાવતા બોલતા,  "ગરીબના છોકરાઓને વળી ભણતર કેવું? તેમને તો મજૂરી જ જીવન છે!’’ રતને તેમની વાત માની નહીં. સમય પસાર થતો ગયો. રૂપા ભણવામાં હોશિયાર નીકળી, તેથી પ્રાથમિક શાળાનો અભ્યાસ પૂર્ણ કરી માધ્યમિક શાળામાં આવી. જેમજેમ રૂપા મોટી થતી ગઈ, તેમ તેનું રૂપ તેની માતાની માફક નીખરી ઊઠ્યું. તે ખૂબ સુંદર લાગતી હતી. તેથી જયાને તેની ચિંતા રહેતી. ક્યાંક જમાનાની ખરાબ નજર તેની દીકરીને ભરખી તો નહીં જાય ને...? રૂપા હવે કોલેજમાં આવી ગઈ. કોલેજનું મુક્ત વાતાવરણ, ઉપરથી સૌંદર્ય અને અલ્લડ યૌવન! પરંતુ રૂપા એ બધાથી અલિપ્ત હતી. તેની મંઝિલ એક જ હતી, સારો અભ્યાસ કરી, સારી નોકરી મેળવી, તેમની ગરીબી દૂર કરવી. એ માતા-પિતાનો સહારો બનવા માંગતી હતી. પણ, માણસ ધારે છે શું અને જીવનમાં બને છે શું? એક દિવસ મજૂરીથી ઘરે આવ્યા બાદ, રતનને છાતીમાં ખૂબ દુખાવો ઊપડ્યો. એને દવાખાને લઈ જવામાં આવ્યો. પણ, રતનને હાર્ટ એટેક આવતા ડોકટરે એને મૃત જાહેર કર્યો. સખત પરિશ્રમ અને અધૂરી ભૂખે તેને મોતની ગોદમાં સૂવડાવી દીધો. આ અચાનક બનેલી ઘટનાથી જયા-રૂપાની જિંદગી સ્થગિત થઈ ગઈ. આજુબાજુના લોકોની મદદથી તેનો અગ્નિ સંસ્કાર કર્યો. થોડો સમય તમામની હમદર્દી તેમની સાથે રહી. જિંદગી જીવવા અને પેટ ભરવા મજૂરી કરવી જરૂરી હતું. મુંબઈ જેવા શહેરમાં, આ મોંઘવારીના સમયમાં એક સ્ત્રી એકલી કેટલું કમાઈ શકે? તેથી રૂપાએ નિર્ણય કર્યો, અભ્યાસ સાથે એ પાર્ટ ટાઇમ નોકરી કરે તો ઘરમાં બે રૂપિયા વધારે આવે અને ઘરમાં રાહત થાય. ખૂબ શોધખોળને અંતે તેને ચાર ટયુશન મળ્યા. સવારે કોલેજ જતી, સાંજે બાળકોને ટયુશન કરાવવા એમના ઘરે જતી. શરૂમાં જયાએ આ માટે ના કહી; પણ, સચ્ચાઇ એ પણ જાણતી હતી એટલે દીકરીને એ માટે પરવાનગી આપી. આ રીતે એમનો જીવનનિર્વાહ ચાલતો હતો.

પરીક્ષાનો સમય હોવાથી રૂપાને ટ્યુશનથી ઘરે આવવા માટે ખૂબ મોડું થયું. બસ સ્ટેન્ડ પર બસની રાહ જોઈ. બસ ન આવતા ચાલતી નીકળી... કદાચ, કોઈ રીક્ષા મળી જશે એમ વિચારીને ઝડપથી ચાલવા લાગી. થોડાંક જ ડગલાં માંડયા હશે ને એક મોટરસાઇકલ તેની સમીપ આવી ઊભી રહી. અચાનક આવું થતાં તે ચમકી. બાઇકસવાર પર નજર પડતાં તેનો ચહેરો હસી ઉઠ્યો. તે તેની કોલેજનો ક્લાસમેટ, કેતન હતો. જેણે રૂપાને જોઈ બાઈક ઉભી રાખી હતી. ‘અરે, રૂપા, ક્યાં જાય છે? કેમ આટલું મોડું?’ રૂપાએ જવાબ આપ્યો એ સાંભળી કેતન બોલ્યો, ‘જો, તને વાંધો ના હોય તો હું તને તારા ઘરે છોડી દઉં.’ આમ પણ મોડું થયું હતું તેથી રૂપાએ થોડોક વિચાર કરી હા કહી. કેતનની પાછળ બાઇક પર સવાર  થઈ. કોઇ પણ યુવકની પાછળ આમ બાઇક પર બેસવાનો આ પ્રથમ પ્રસંગ હતો, તેથી થોડી શરમની સાથે અજબ લાગતું હતું. કેતન માટે તો જાણે સાક્ષાત્ ભગવાન ધરતી પર ઊતરી આવ્યા હોય એટલી આનંદની પળો હતી! કેમ કે,  એ રૂપાને સેકન્ડ યરથી ચાહતો હતો. રૂપાને આ વાતની ખબર નહોતી. બંને વાતો કરતા કરતા, રૂપાનાં ઘર પાસે ક્યારે આવી ગયા એની ખબર ના રહી. કેતન, રૂપાને ત્યાં ઊતારી આગળ નીકળી ગયો. પછી રોજ ધીમેધીમે તેમની મુલાકાતો વધવા લાગી. હવે રોજ સાંજે કેતન તેની બાઇક પર રૂપાને તેના ઘર સુધી છોડી જતો. આખરે એક દિવસ કેતને રૂપા સમક્ષ પોતાના પ્રેમનો એકરાર કર્યો. એક પળ માટે રૂપા ખુશ થઈ ગઈ, પરંતુ નજર સામે ઘરની હાલત અને માતાની જવાબદારીઓ તરવરી. તેણે કેતનને બધી સચ્ચાઇ કહી. ખૂબ શાંતિથી રૂપાની બધી વાત સાંભળી પછી તે બોલ્યો, ‘રૂપા, મને તારી બધી વાતની ખબર છે, હું બધું જાણું છું. તું સાથ આપે તો તારી તમામ જવાબદારી પૂરી કરવામાં હું તને મદદ કરવા માંગુ છું.’ ‘એ કઇ રીતે?’ રૂપાએ સવાલ કરતાં પૂછયું. ‘તું પહેલાં હા કહે તો જણાવું,’ કેતને હસીને કહ્યું, ત્યારે રૂપાએ શરમાતા શરમાતા 'હા' કહી.  કેતનને આજે સ્વર્ગ ધરતી પર ઊતરી આવ્યું હોય એટલી ખુશી મળી! એ ખુશીમાં એને રૂપાને ગાઢ આશ્લેષમાં લઈ લીધી. રૂપા ગ્રેજ્યુએટ થઈ ગઈ. કેતનની મદદથી તેના ફ્રેન્ડની જ ઓફિસમાં ક્લર્કની નોકરી મળી ગઈ. કેતન રૂપાના ઘરે આવવા-જવા લાગ્યો હતો. જયા તેને લઈને ભાવિ સપનાં જોવા લાગી હતી. પણ ભાવિના ગર્ભમાં શું લખાયુ હતું એ ક્યાં કોઈને ખબર હતી?

(ક્રમશ:)

 

પ્રકરણ (૧)

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..