રે'તા!
રે'તા!
1 min
13.4K
સૂરજ સામે શ્વાસ ધરી ઓગળતા રે'તા!સાંજ ઢળે તો સાંજની સાથે ઢળતા રે'તા!
દિવસ ચાહે એમ નચાવે આખો દિવસ;
રાત પછી જે સંભળાવે, સાંભળતા રે'તા!
સપના જેવું ઝળહળ ઝળહળ જોવા મળતું;
ઈચ્છા જેવું રોજ પછી ટળવળતા રે'તા!
ઈશ્વર માની આજીજી કરતી વેળા પણ;
પથ્થર ધારી ફરિયાદોને ગળતા રે'તા!
જીવતરની આંખ્યું જુએ છે ઝાંખું ઝાંખું;
મોતના ગોખે ગોખે દીવા બળતા રે'તા!