Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
કંઈક થા!
કંઈક થા!
★★★★★

© Himal Pandya

Others

1 Minutes   13.1K    8


Content Ranking

કાં બધું યે મેળવી આબાદ થા!કાં બધું મૂકી અને બરબાદ થા!

આ ગુલામી જાતની સારી નથી;
ચાલ, નીકળ બ્હાર ને આઝાદ થા!

કોઈ કંઈ કરતું નથી મતલબ વગર;
થઈ શકે તો તું અહીં અપવાદ થા!

જીંદગી સાથે અબોલા તોડવા,
છે જરુરી કે હવે સંવાદ થા!

હું કવિતા પ્રેમની અઘરી ઘણી;
તું એનો સીધો સરળ અનુવાદ થા!

એમ મારામાં થઈને એકરસ,
તું હવે તારા મહીંથી બાદ થા!

આમ બસ ડોકું ધુણાવી બેસ મા!
શેર જો ગમ્યો જ છે, તો દાદ થા!

ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..