Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijaykumar Jadav

Others

3  

Vijaykumar Jadav

Others

જાતે જ ઝળહળ છે.

જાતે જ ઝળહળ છે.

1 min
7K


અક્ષરપુરુષથી પણ એ તો પર છે,
સ્વયં એ તો જાતે જ ઝળહળ છે.

ફાવે નિરખતા કાયા માંહીં, તો,
ભીતર અને બાહર એ દળદળ છે.

મમતા 'ને માયા મૂળથી મારો,
ખેતરને ખેડો સત્ તણું હળ છે.

વ્યાપ્યો છે હરિ બ્રંમાંડમાં એવો,
કે જ્યાં જુઓ ને ત્યાં એ હાજર છે.

મંદિર ને મસ્જિદમાં શું શોધો છો?
ત્યાં કંઈ નથી! જે છે તે અંદર છે.

હરિ કેરો મારગ પણ મળે એને,
જે વજ્ર જેવું યોગ્ય પાતર છે.

અવગુણ તણો કચરો ઉખેડી 'ને,
સતસંગમાં રે'વું એ ખાતર છે.

એ જ્ઞાન ગીતાનું યથાર્થ છે,
જેવું કરમ તેવું મળે ફળ છે.

સૂણો લગાવી સૂરતા નભમાં,
વાગે ભડાકા ભારી ભણભણ છે.

થોથાંમાં હરિ ક્યાં છે "વિજય" સમજો,
એનું તો બે ભ્રમરમહીં ઘર છે.


Rate this content
Log in